મોરબી PGVCLના કર્મચારીઓ રાશન કીટ વિતરણ કરી ગરીબોની વ્હારે આવ્યા

- text


મોરબી : મોરબી પીજીવીસીએલના અધિકારી તથા કર્મચારીઓ દ્વારા મોરબી જિલ્લામાં ચોવીસ કલાક સાતત્યપૂર્ણ વીજપુરવઠો વિના વિક્ષેપ જળવાઈ રહે તે માટે દિવસ-રાત જોયા વગર હાલની લોકડાઉનની પરિસ્થિતિમાં પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવે છે. આ ફરજની સાથે માનવની સેવાના ઉદ્દેશથી મોરબી પીજીવીસીએલના ઇજનેર દ્વારા સ્વેચ્છાએ આશરે રૂ. 1,25,000 નું ભંડોળ એકત્ર કરી હાલમાં લોકડાઉનનાં સમયગાળામાં રોજગારી મળતી ન હોય તેવા જરૂરિયાતમંદ પરિવારો માટે રાસન કિટ તૈયાર કરવામાં આવેલ છે.

- text

વધુમાં, વિતરણની શરૂઆત મોરબી વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર ડી.એમ.ભલાણી નિવૃત થતા હોવાથી તેમની સેવાનિવૃત્તિના દિવસે કરવામાં આવેલ છે. મોરબી પીજીવીસીએલ જીઈબી ટીમ દ્વારા રાશન કીટ તૈયાર કરવામાં આવેલ છે. જેના ડિસ્ટ્રીબ્યુશન માટે વર્તુળ કચેરી હેઠળ આવતા તમામ સબડિવિઝન વાઇઝ પોતાના વિસ્તારમાં જરૂરિયાતમંદ પરિવારનો સંપર્ક કરી પહોંચાડેલ છે. આ રાસન કિટમાં 5 કિલો ઘઉંનો લોટ, 1 કિલો ચોખા, 1 કિલો ખાંડ, 500 ગ્રામ મગની દાળ, 100 ગ્રામ ચા, 200 ગ્રામ મરચું, 100 ગ્રામ ધાણા જીરુ, 100 ગ્રામ હળદર, 1 કિલો મીઠું, 1 કિલો તેલ, 1 કિલો ડુંગળી તથા 1 કિલો બટાટાનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમ જીઈબી એન્જિનિયર એસોસીએશન તથા પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા યાદીમાં જણાવવામાં આવેલ છે.

- text