મોરબી જિલ્લામાંથી 59 લોકોની સામે જાહેરનામા ભંગ બદલ ગુન્હો દાખલ

- text


મોરબી સીટી.એ.ડીવી. માં 13, બી.ડીવી.માં 19, તાલુકામાં 02 વાંકાનેર સીટી.માં 09, તાલુકામાં 02, ટંકારામાં 05, હળવદમાં 07 અને માળીયા મી.માં 02 સામે ગુન્હો દાખલ થયો 

મોરબી : લોકડાઉન 02ના અંતિમ 2 દિવસો બાકી રહ્યા છે અને લોકડાઉન 03ની જાહેરાત થઈ ચૂકી છે ત્યારે શુક્રવારે મોરબી જિલ્લામાંથી વિવિધ ધંધાર્થીઓ સહિત કુલ 59 લોકો સામે જાહેરનામા ભંગ બદલ પોલીસ કાર્યવાહી કરવામાં આવી છે.

- text

જે મુજબ મોરબી સીટી.એ.ડીવી. વિસ્તારમાં 13, મોરબી બી.ડીવી.માં 19, મોરબી તાલુકામાં 02, વાંકાનેર સીટી.માં 09, વાંકાનેર તાલુકામાં 02, ટંકારામાં 05, હળવદમાં 07 અને માળીયા મી.માં 02 લોકો સામે લોકડાઉનના જાહેરનામાનો ભંગ કરતા કુલ 59 લોકો વિરુદ્ધ પોલીસે ગુન્હો નોંધી કલમ 188 મુજબ કાયદેસરની કાર્યવાહી કરી છે. ઉપરોક્ત કેસો પૈકી દુકાન પાસે લોકો એકઠા કરવા, બિનજરૂરી બહાર નીકળવા સહિતના ગુન્હાઓનો સમાવેશ થાય છે. ક્ષોરકર્મીઓએ વાળ કાપવાના સલૂનો ખોલી માણસો એકઠા કરવા બાબતનો પણ ઉપરોક્ત કેસોમાં સમાવેશ થાય છે.


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text