મોરબી : વડીલો માટે બજર-સોપારીનું વેચાણ ચાલુ કરવા કલેકટરને રજુઆત

- text


 

મોરબી : મોરબી નગરપાલિકાના કાઉન્સીલર, અખિલ ભારતીય કોળી સમાજ મોરબી જીલ્લા પ્રમુખ તથા મોરબી જીલ્લા કોગ્રેસ ઓબીસીના પ્રમુખ સુરેશભાઈ શીરોહીયા દ્વારા વડીલો માટે બજર-સોપારીનું વેચાણ ચાલુ કરવા કલેક્ટરને માંગ કરવામાં આવેલ છે.

- text

સુરેશભાઈ શીરોહીયા એ રજુઆતમાં જણાવેલ છે કે હાલમા લોકડાઉન હોવાથી વૃદ્ધોની હાલત બજર-સોપારી વિના ખરાબ થઇ છે કારણ કે ઘણા વડીલોને રોજ નિયમીત સવારે ઉઠીને બજરથી દાતણ-પાણી કર્યા પછી નિત્યકર્મ કરે છે પરંતુ જો તેમને સમયસર તે મળે નહી તો ગેસની બિમારી અથવા કબજીયાત, દાંતની બિમારી હોઇ તે ખોરાકમા તકલીફ પડે છે, માથું દુખે છે, આવી અનેક જાતની બીમારીઓનો ભોગ બનવું પડે છે. અને આમપણ અત્યારે લોક ડાઉન હોવાથી બજર છીંકણી કાળાબજારમા મળે છે. તેથી, સોપારી-બજર જેવી વસ્તુ માટે છુટછાટ આપવાં અને લોકો કાળાબજારનો ભોગ બનતા અટકે તેવી અપીલ કરાઈ છે.

- text