તમારા બાળકોમાં છે આ સ્કિલ?? તો મોકલો ઓનલાઈન અને મેળવો ઇલે.કાર,બાઇક અને ટેબ્લેટ જેવા આકર્ષક ઇનામો

- text


નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા કિડઝ કાર્નિવલ : 3થી 6 વર્ષના બાળકો માટે ડાન્સ, ડ્રોઇંગ અને વકતૃત્વ સ્પર્ધા : કોઈ એક સ્પર્ધામાં ભાગ લઈને બાળકની કૃતિ વોટ્સએપ મારફત મોકલવાની રહેશે

મોરબી : હાલના લોકડાઉન દરમિયાન નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા મોરબી શહેરના બાળકો માટે ખાસ કિડઝ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 3થી 6 વર્ષના બાળકો માટે ડાન્સ, ડ્રોઈંગ અને વકતૃત્વ સ્પર્ધા સ્પર્ધા યોજાનાર છે. કોઈ એક સ્પર્ધામાં ભાગ લઈને વાલીએ બાળકની કૃતિ વોટ્સએપ મારફત તા. 5મેં સુધીમાં મોકલવાની રહેશે.

હાલ લોકડાઉનનો સમયમાં બાળકો મોબાઈલ અને અન્ય બિનજરૂરી પ્રવૃત્તિથી દુર રહીને પોતાની અંદર છુપાયેલી કળા બહાર કાઢે તેવા હેતુસર નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા ખાસ કિડઝ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યુ છે. આ કિડઝ કાર્નિવલમાં 3થી 6 વર્ષના બાળકો ભાગ લઈ શકશે. કાર્નિવલમાં વકતૃત્વ, ડાન્સ અને ડ્રોઈંગ સ્પર્ધા યોજાશે. બાળક કોઈ એક સ્પર્ધામાં ભાગ લઈ શકશે. આ કોમ્પિટિશનમાં એન્ટ્રી મોકલવાની છેલ્લી તારીખ 5 મે રાખવામાં આવી છે. બાળકની કૃતિનો વીડિયો મો.નં. 9727947472 ઉપર મોકલવાનો રહેશે.

- text

આ કોમ્પિટિશનમાં માત્ર મોરબી શહેરના બાળકો જ ભાગ લઈ શકશે. ડાન્સનો વીડિયો ઓછામાં ઓછી 2 મિનિટનો હોવો જોઈએ. ડ્રોઇંગમાં બાળકે જાતે જ ચિત્રો દોરીને કલર પુરવાના રહેશે. ચિત્રો દોરતો વીડિયો મોકલવાનો રહેશે. વકતૃત્વ સ્પર્ધામાં કોઈ પણ વિષય પર ઓછામાં ઓછા 12થી 15 વાક્યો હોવા જોઈએ. ઇનામ ત્રણેય વિભાગના ટોપ 5ને આપવામાં આવશે. ઇનામમાં રોકડ રકમ મળશે નહીં.

વિજેતા થનાર પ્રથમ બાળકને ઇલેક્ટ્રોનિક કિડઝ કાર (કિંમત રૂ. 13000), બીજા નંબર પર આવનારને ઇલેક્ટ્રોનિક કિડઝ બાઇક (કિંમત રૂ. 9000), ત્રીજા નંબરે આવનારને એન્ડ્રોઇડ ટેબ્લેટ (કિંમત રૂ. 5000), ચોથા નંબરે આવનારને સ્ટાઈલિશ બાઇસીકલ ( કિંમત રૂ. 4000) અને પાંચમા નંબરે આવનાર બાળકને એજ્યુકેશન કીટ (કિંમત રૂ. 1000) આપવામાં આવશે.

વિજેતા બાળકોની સિદ્ધિઓ ગુજરાતી ટીવી ચેનલો, ન્યુઝ પેપર્સ, મોરબીની તમામ ન્યુઝ ચેનલ દ્વારા લાઈવ ઇન્ટરવ્યૂ તેમજ 25 હજાર લોકો સાથે કનેક્ટેડ નવયુગ સોશિયલ મીડિયા નેટવર્ક દ્વારા બિરદાવવામાં આવશે.વધુ માહિતી માટે મો.નં. 8320693017 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

- text