મોરબી : ICICI બેન્ક દ્વારા સરકારી કચેરીમાં માસ્ક તથા સેનીટાઇઝર અપાયા

- text


મોરબી : હાલની કોરોનાની મહામારી સામે આખુ વિશ્વ જંગ ખેલી રહેલ છે. આ જંગમાં મોરબી ICICI બેંક પણ પોતાનું યોગદાન આપવા આગળ આવેલ છે. જેમાં ICICI દ્વારા મોરબી જીલ્લાને 600 નંગ માસ્ક તથા 330 નંગ સેનીટાઇઝરની બોટલનું યોગદાન આપેલ છે.

- text

જેમાં તાલુકા પંચાયત માળિયા માટે 150 નંગ માસ્ક તથા 100 નંગ સેનીટાઇઝર બોટલ તેમજ તાલુકા પંચાયત મોરબી માટે 300 નંગ માસ્ક તથા 150 નંગ સેનીટાઇઝર બોટલ તથા જીલ્લા પંચાયત મોરબીના ઉપયોગ માટે 150 નંગ માસ્ક તથા 80 નંગ સેનીટાઈઝરની બોટલ મળી કુલ 900 નંગ માસ્ક તથા 330 નંગ સેનીટાઇઝરની બોટલ જીલ્લા વિકાસ અધિકારી એસ.એમ.ખટાણા સાહેબને અર્પણ કરી આ કોરોના સામેના જંગમાં પોતાનું યોગદાન આપેલ છે.

- text