કોંગ્રસના અગ્રણીઓ દ્વારા ધારાસભ્ય મેરજા સાથે મોરબીના વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા

- text


મોરબી : આજ રોજ ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા કોંગ્રેસના આગેવાન રમેશભાઈ રબારીની ઓફિસે શુભેચ્છા મુલાકાતે આવેલ હતા. તે દરમિયાન ઓફિસમાં માજી જિલ્લા ડેલિગેટ યુસુફભાઈ શેખ હાજર હતા. ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા સાથે મોરબી શહેરના હાલના પ્રશ્ને રમેશભાઈ રબારી તથા યુસુફભાઈ શેખ રજૂઆત કરેલ હતી.

રમેશભાઈ તથા યુસુફભાઇએ બ્રિજેશભાઈને જણાવ્યું હતું કે હાલમાં મોરબી શહેરમાં શનાળા રોડ, હાઉસ બોર્ડ સહિત ઘણા વિસ્તારોમાં પીળાશ વાળુ પાણી રહેણાક વિસ્તારોમાં છેલ્લા ૧૦થી ૧૫ દિવસ થયા વિતરણ થાય છે. આ અંગે મુખ્યમંત્રીને રજૂઆત કરેલ અને હાઉસિંગ બોર્ડ વિસ્તારમાંથી પાણીના સેમ્પલ લઈ ગયેલ પરંતુ હજુ પણ હાઉસિંગ બોર્ડ વિસ્તાર તેમજ અન્ય જગ્યાએ પીળાશવાળા પાણી સાથે દુર્ગંધ પણ આવે છે.

- text

તે ઉપરાંત, નવા જાહેરનામા મુજબ રહેણાંક વિસ્તારોમાં કરિયાણાની દુકાન ખુલ્લી રાખવા અંગે તેમજ અન્ય દુકાનો ખુલ્લી રાખવા અંગે રાજ્ય‌ અને કેન્દ્ર સરકારે મંજૂરી આપવામાં આવેલ છે. ત્યારે નાના દુકાનદારોને ખરીદી કરવા માટે ફરજિયાત હોલસેલ વેપારીઓ પાસે થવું પડતું હોય છે ત્યારે હાલમાં મોરબી શહેરમાં કલેકટરના નવા જાહેરનામા પ્રમાણે મેઇન રોડ ઉપર આવેલ જથ્થાબંધ વેપારીઓ પોતાની દુકાન ખોલી શકતા નથી. તો આવા જથ્થાબંધ વેપારીઓની દુકાન ખોલવાની સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તેવી રીતે મંજૂરી આપવામાં આવે તેવી અપીલ કરાઈ છે.

વધુમાં, હાલમાં મોરબી જિલ્લામાં ફરી વખત રેશનીંગ ડેપોએ અનાજ વિતરણ શરૂ કરવામાં આવેલ છે ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં રેશનકાર્ડ ધરાવતા ઘણા લોકો મોરબી શહેરમાં રોજી-રોટી કમાવવા માટે રહે છે. તેવા લોકોને ગ્રામ્ય વિસ્તારમાં રેશનીંગ ડેપોએ રેશનિગનું અનાજ જે તે ગામમાં લેવા માટે આવવા જવા માટે તંત્ર દ્વારા ખોટી હેરાનગતિ ન થાય અને આવા લોકોને આવવા જવાની છુટ મળે તે અંગે રજૂઆત કરેલ હતી. ત્યારે ધારાસભ્ય બ્રિજેશ મેરજા એ જણાવેલ કે તેઓ કલેકટર સાથે આ બાબતે પર્સનલ મીટિંગ કરી આ પ્રશ્નો તેમજ મોરબી જિલ્લાના બીજા અનેક પ્રશ્નો ચર્ચા વિચારણા કરી તાત્કાલિક પ્રશ્નોનું નિરાકરણ આવે તેવા પ્રયત્ન કરશે.

- text