લોકડાઉનમાં મોરબી તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓના પ્રવેશની ઓનલાઈન પ્રક્રિયા શરુ

- text


મોરબી : કોરોના સંક્રમણના આ સમય દરમ્યાન સમગ્ર દેશ અને રાજ્યમાં હાલ લોકડાઉન હોવાથી શાળાઓ બંધ છે. વળી સરકાર દ્વારા ઘો.1 થી 9 અને ધો.11 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશનથી વર્ગબઢતી આપવાનો નિર્ણય કરેલ છે. હાલ તમામ શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ છે. જો વર્તમાન પરિસ્થિતિનું સર્જન ન થયું હોત તો અત્યારે શાળાઓમાં પરીક્ષાઓ, પરિણામ અને પ્રવેશ પ્રક્રિયાની કામગીરી ચાલતી હોત.

હાલ લોકડાઉનના કારણે વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ આપવાની કામગીરી પ્રત્યક્ષ રીતે શક્ય ન હોવાથી વિદ્યાર્થીઓના માતા પિતા અને વાલીઓને પોતાના સંતાનોને શાળાઓમાં પ્રવેશ અપાવવા માટે કોઈ મુશ્કેલી ના પડે તે માટે મોરબી તાલુકાની કુલ 182 જેટલી સરકારી પ્રાથમિક શાળાઓમાંથી 147 જેટલી પ્રાથમિક શાળાઓએ પોતાના મોબાઈલમાં ઓનલાઈન ગૂગલ લિંક બનાવી છે. જે બાળકો જુદી જુદી શાળાઓમાં ધો. 1થી 8 માં પ્રવેશ મેળવવા માગે છે. તેમના માટે ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા શરૂ કરેલ છે. ઈન્ટરનેટના ઉપયોગ થકી લિંક દ્વારા જાણકાર વાલીઓ અને પરિવારના સભ્યો પોતાના બાળકોની ઓનલાઈન માહિતી સબમિટ કરી લગત શાળામાં પ્રવેશ મેળવી શકશે. આ માટે તાલુકાની મોટાભાગની સરકારી પ્રાથમિક શાળાઓ કાર્યરત થઈ છે.

- text

લોકડાઉન દરમ્યાન શિક્ષણ વિભાગ દ્વારા અપાતું શૈક્ષણિક અને બાળસાહિત્ય વાલીઓના વોટ્સઅપ ગ્રુપ દ્વારા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી શિક્ષકોએ ઓનલાઈન શિક્ષણ પ્રક્રિયા પણ ચાલુ રાખેલ છે. આ સમગ્ર પ્રક્રિયા માટે સતત કાર્યરત એવા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર એસ.પારેખનું સતત મોનીટરીંગ, સંપર્ક અને માર્ગદર્શન પ્રાપ્ત થતું રહેલ છે.

ઉલ્લેખનીય છે કે નીચે આપેલ લિંકથી મોરબી તાલુકાની ઓનલાઈન પ્રવેશ આપતી શાળાની યાદી મળશે. જે શાળામાં પ્રવેશ મેળવવો છે તે શાળા સામે clik here પર ક્લીક કરવાથી પ્રવેશ ફૉર્મ ખુલશે. તેમાં વિગત ભરવાથી શાળા સુધી માહિતી પહોંચી જશે. તેમ મોરબી બી.આર.સી.કો.ઓર્ડિ. સંદીપ આદ્રોજાની યાદીમાં જણાવેલ છે.
https://brc-morbi.blogspot.com/p/blog-page.html


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

 

- text