ભલગામ પ્રાથમિક શાળા દ્વારા છાત્રોને ઓનલાઇન શિક્ષણની સુવિધા

- text


વાંકાનેર : હાલ સમગ્ર વિશ્વમાં COVID-19 નામના વાયરસની મહામારી ફેલાયેલી છે. એવાં કપરાં સમયમાં સમગ્ર વિશ્વમાં હાલ લોકડાઉનની સ્થિતી છે. જેમાં ગુજરાત રાજ્ય પણ બાકાત નથી. આવા સંજોગોમાં ભલગામ પ્રા. શાળા દ્વારા નવતર અભિગમ સ્વરૂપે શાળાનાં બાળકોનું શિક્ષણ ન બગડે તે હેતુથી “ટેકનોલોજીનાં માધ્યમથી દૂરવર્તી શિક્ષણ” કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ છે. જે કાર્યક્રમ થકી શાળાના શિક્ષકોએ શૈક્ષણિક વર્ષ ૨૦૨૦/૨૧ ને ધ્યાને લઇ પોતાના વર્ગનાં વિદ્યાર્થીઓનાં વ્હોટ્સએપ ગ્રુપ ચાલુ કરેલ છે. જેમાં દૈનિક વિદ્યાર્થીઓને શિક્ષકો નીચે મુજબની જુદી – જુદી બાબતે માર્ગદર્શન પૂરૂ પાડે છે.

(1) વાયરસનું સંક્રમણ અટકાવવા માટેના પગલા.
(૨) દૈનિક શરીરની સફાઇ તેમજ વારંવાર હાથ ધોવાનું મહત્વ
(૩) ઘરે દૈનિક યોગ, પ્રાણાયમ, હળવી કસરત કરીને શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે પ્રોત્સાહન
(૪) રોજબરોજનાં આહારમાં લીલા શાકભાજી, વિટામીન સી થી ભરપૂર ફળો ખાવાનો આગ્રહ રાખવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે તે માટે સમજાવવું.
(૫) સામાજિક અંતર જાળવવું, માસ્ક પહેરવું, ઉધરસ કે છિંક ખાતી વખતે મોં રૂમાલ કે કપડાથી ઢાંકવું.
(૬) “પરિવાર નો માળો”, અઠવાડિક ઘર લેશન, તેમજ વિદ્યાર્થીનો તથા વાલીનો વ્હોટ્સએપ કે ફોન દ્વારા સંપર્ક કરીને મુશ્કેલીઓ નિવારવી.
(૭) “આરોગ્ય સેતુ” એપ ડાઉનલોડ કરવા અંગેની માહિતી આપવી અને તેનું મહત્વ સમજાવવું.
(૮) ફૂડ સિક્યોરિટી એક્ટ અન્‍વયે મધ્યાહ્ન ભોજનથી વંચિત બાળકોનાં ઘર સુધી અનાજ વિતરણની પાવતી પહોંચતી કરવી તેમજ કૂકિંગ કોસ્ટની રકમ ખાતામાં જમા કરવા અંગેની કામગીરી કરવી.

- text

આમ ૨૪/૦૩/૨૦૨૦ થી આજ દિન સુધી શાળાનાં શિક્ષકો દ્વારા ઉપરોક્ત કામગીરી ઉત્સાહપૂર્વક અને હોંશે હોંશે કરવામાં આવી હતી. આ કામગીરી બદલ આચાર્ય ત્રિવેદી ભાવેશભાઇ તેમજ સર્વે ગ્રામજનોએ શાળા પરિવરનો હ્રદયપૂર્વક આભાર માનેલ છે.

- text