લોકડાઉન વચ્ચે એક પરપ્રાંતીય યુવાન મહારાષ્ટ્રથી ટંકારા પહોંચ્યો !!

- text


માલવાહક વાહનોમાં પ્રવાસ ખેડીને મિત્ર પાસે પહોંચ્યો યુવાન : યુવાનને ઘર ન હોવાથી હોસ્પિટલમાં જ ક્વોરોન્ટાઇન કરાયો

ટંકારા : ટંકારામાં એક પરપ્રાંતીય યુવાન મહારાષ્ટ્રથી પહોંચ્યો હોવાની તંત્રને જાણ થતા તુરંત જ તેને ક્વોરોન્ટાઇન કરી દેવામાં આવ્યો છે. યુવાનને ઘર ન હોવાથી હોસ્પિટલમાં જ ક્વોરોન્ટાઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.

મળતી વિગત અનુસાર મહારાષ્ટ્રના જલગાવમાં ખરેન્જીયા ગામ પાસે રોયલ હોટેલમાં કામ કરતો એક 22 વર્ષનો યુવાન ટંકારા રહેતા અને પંક્ચર કામ કરતા તેના પરપ્રાંતીય મિત્ર પાસે પહોંચ્યો હતો. જો કે આશ્ચર્યની વાત એ છે કે હાલ લોકડાઉન હોય અન્ય જિલ્લામાં પ્રવેશવું પણ આકરૂ છે ત્યારે આ યુવાન તો ગુજરાતની બોર્ડર ચીરીને ટંકારા સુધી પહોંચી ગયો હતો. આ યુવાન માલવાહલ વાહનોમાં મુસાફરી કરીને અહીં પહોંચ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

- text

જો કે આ ઘટના અંગે જાણ થતાં આરોગ્ય વીભાગની ટિમના હિતેશ મેવા અને નવનીત રાઠોડ સહિતનાએ તુરંત જ તેને હોસ્પિટલમાં ક્વોરોન્ટાઇન કરી દીધો હતો. હાલ ડો. ચીખલીયા અને ડૉ.દવેની નિગરાનીમાં આ યુવાનના સ્વાસ્થ્ય ઉપર નજર રાખવામાં આવી રહી છે.

- text