મોરબી : ઔદ્યોગિક એકમોએ morbicollectorate.in ઉપર 20મીએ પરમિશન માટે અરજી કરવાની રહેશે

- text


http://morbicollectorate.in ઉપર 20 એપ્રિલ સોમવારે ઓનલાઈન પરમિશનની પ્રક્રિયા શરૂ થશે

મોરબી : મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરકારની ગાઈડલાઈન મુજબ આગામી 20 એપ્રિલ બાદ મોરબી જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં આવતા ઔદ્યોગિક એકમોને શરતોને આધાની શરૂ કરવાની મંજૂરી આપવામાં આવશે.

આ અંગે મોરબી જિલ્લા કલેકટર જે.બી.પટેલ દ્વારા જાહેર કરાયેલી વિગતો મોરબી જિલ્લામાં નગર પાલિકા વિસ્તાર સિવાયના ગ્રામ્ય વિસ્તારમાં એટલે મોરબી, વાંકાનેર, હળવદ અને માળીયા મિયાણાં નગર પાલિકા વિસ્તારની બહાર આવેલા ઔદ્યોગિક એકમોને અમુક શરતોને આધીન 20 અપ્રિલ બાદ શરૂ કરવાની પરમિશન આપવામાં આવશે. જે માટે માત્ર ગ્રામ્ય વિસ્તારમાં આવેલા જે એકમો ચાલુ કરવા માંગતા હોય તેમના માલિકો દ્વારા http://morbicollectorate.in ઉપર ઓનલાઈન અરજી કરી પરમિશન મેળવવાની રેહશે. અને આ વેબસાઈટ પર 20 એપ્રિલ, સોમવારે ઓનલાઈન પરમિશનની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. તેમજ અન્ય જરૂરી વધુ વિગતો અને શરતો માટે પણ ઉપરની વેબસાઈટ પર જ 20 એપ્રિલ સોમવારે જરૂરી માહિતી અને અરજી ફોર્મેટની વિગતો જાણવા મળશે.વધુમાં જિલ્લા કલેકટર દ્વારા ઉદ્યોગોને શરૂ કરવા માટે જે 13 શરતો જાહેર કરવામાં આવી છે તે નીચે મુજબ છે.

- text

  1. ફેકટરીના મકાન, પ્રવેશદ્વાર, કેફેટેરિયા, કેન્ટીન, કોન્ફરન્સ હોલ, બંકર, સાધન- સામગ્રી, લિફ્ટ, વોશરૂમ, શૌચાલય, સિંક, પાણી પીવાના સ્થળ, દીવાલો, ભોંયતળીયા વગેરે જગ્યાઓને જંતુરહિત બનાવવી.
  2. બહારથી કામ માટે આવતા કામદારો માટે ખાસ પરિવહન સુવિધા ગોઠવવી, વાહનમા કુલ કેપેસિટીના માત્ર 30થી 40 ટકા જ મુસાફરો બેસાડવા.
  3. જગ્યામાં પ્રવેશ કરતા તમામ વાહનો અને સાધન સામગ્રીને ફરજીયાત પણે સ્પ્રેનો છંટકાવ કરીને જંતુરહિત બનાવવા.
  4. કામના સ્થળોમાં પ્રવેશ કરતી આજે કામનું સ્થળ છોડતી દરેક વ્યક્તિનું ફરજીયાત થર્મલ સ્કેનિંગ કરવું.
  5. કામદારો માટે આરોગ્ય વીમો ફરજીયાત બનાવવો.
  6. તમામ અંદર પ્રવેશવાના અને બહાર નીકળવાના સ્થળોએ અને સામાન્ય વિસ્તારોમાં હેન્ડવોશ અને ટચ ફ્રી મિકેનિઝમને અગ્રીમતા આપીને સેનેટાઇઝર માટેની જોગવાઈ કરવી જોઇએ.
  7. કામના સ્થળોએ પાળી વચ્ચે એક કલાકનું અંતર હોવું જોઈએ. સામાજિક અંતર સુનિશ્ચિત કરવા માટે સ્ટાફનો લંચ બ્રેક એ રીતે ગોઠવવો.
  8. 10 અથવા વધુ વ્યક્તિઓનો મોટો જમાવડો અથવા તેમની બેઠકને પ્રોત્સાહન આપવું નહિ. નોકરીના સ્થળો પર અને જમાવડા, બેઠકો અને તાલીમ સત્રોમાં બેઠકની વ્યવસ્થા એક વ્યક્તિ બીજી વ્યક્તિથી 6 ફૂટના અંતરે રહે તેવી રીતે ગોઠવવી.
  9. લિફ્ટ અથવા હોઈસ્ટમાં 2/4 વ્યક્તિઓ કરતા વધુ વ્યક્તિઓને ( લિફ્ટના કદને આધારિત) અવર- જવર કરવાની પરવાનગી આપવી નહિ.
  10. ચડવા માટે દાદરા( સીડી)ના ઉપયોગને પ્રોત્સાહન આપવું જોઈશે
  11. ગુટખા, તમાકુ વગેરે ઉઓર કડકાઇથી પ્રતિબંધ હોવો જોઈશે.અને થૂંકવા ઉપર કડકાઇથી પ્રતિબંધ લાદવામાં આવશે.
  12. સ્થળો ખાતે જેની જરૂર ન હોય તેવા બિન અસરકારક મુલાકાતીઓ પર સમગ્રત: પ્રતિબંધ હોવો જોઈશે.
  13. કોવિડ-19 ના દર્દીઓની સારવાર કરવા માટે અધિકૃત કર્યા હોય તેવા નજીકના વિસ્તારોમાની હોસ્પિટલને મુકરર કરવા જોઈશે. અને તમામ વખતે કામના સ્થળે તેનું યાદી અલભ્ય કરવી જોઈશે.

જો આ શરતોનું પાલન કર્યા વગર તેમજ પરમિશન વગર ઉદ્યોગ શરૂ કરવામાં આવશે તો તેની સામે ગુનો દાખલ કરીને ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ જિલ્લા કલેકટરે જાહેર કર્યું છે.

- text