મોરબીમાં સામાન્ય દિવસો કરતા લોકડાઉનમાં ઘરેલુ હિંસાના વધુ કેસો સામે આવ્યા!

- text


 મોરબીમાં લોકડાઉનના 25 દિવસમાં ઘરેલુ હિંસાના 27, આત્મહત્યાના પ્રયાસનો 1 અને ઘરેથી નીકળી ગયાના 2 કેસ

મોરબી : લોકડાઉનમાં સમગ્ર જનજીવન ઘરોમાં કેદ થઈ ગયું છે. સામાન્ય દિવસોમાં પતિ કામ સબબ દિવસભર બહાર જ રહેતો હોવાથી પત્ની સાથે ઓછું ઘર્ષણ થાય છે. પણ લોકડાઉનમાં તમામ પતિ મહાશયો 24 કલાક ઘરમાં જ હોવાથી પત્ની સાથે કોઈને કોઈ બાબતે નાની મોટી માથાકૂટ થયા કરે છે. તેથી, મોરબીમાં લોકડાઉનના 25 દિવસમાં ઘરેલુ હિંસાના 27 કેસો નોંધાયા છે. જે સામાન્ય દિવસો કરતા ઘણા વધુ કેસ છે. જ્યારે આત્મહત્યાના પ્રયાસનો 1 અને ઘરેથી નીકળી ગયાનો 2 કેસ અને પડોશીઓ સાથેની માથાકૂટના 1 કેસ 181 મારફત નોંધાયા છે.

મોરબીમાં લોકડાઉનના 25 દિવસોમાં પતિ પત્ની અને સંયુક્ત પરિવારમાં ક્લેશ વધ્યો છે. એનું મુખ્ય કારણ એ છે કે લોકડાઉનમાં તમામ લોકો ઘરે જ હોય છે ખાસ કરીને પતિ ઘરે જ રહેતો હોવાથી પતિ પત્ની વચ્ચે ડખ્ખા વધ્યા છે. સામાન્ય દિવસો કરતા હાલના લોકડાઉનમાં ઘરેલુ હિંસાના કેસો ઘણા વધ્યા છે.

- text

આ અંગે 181 અભયમ ટીમના અલકાબેન પરમાર, આરતીબેન પાંડવી, પિન્કીબેન ભટ્ટએ જણાવ્યું હતું કે અન્ય કેસો કરતા હાલના લોકડાઉનમાં ઘરેલુ હિસાના કેસો વધી ગયા છે. એમાં પણ પતિ પત્ની વચ્ચે ઝઘડા વધી ગયા છે. ઘરેલુ હિસાના 27 કેસમાંથી 15 કેસ તો પતિ પત્ની વચ્ચેના ઝઘડાના છે. જેમાં પતિ આખો દિવસ ઘરે હોય અને પત્ની સાથે ઝઘડતો હોય તેમજ અમુક દારૂ પીને ત્રાસ આપતા હોય એવા કેસ આવ્યા છે. તેમજ સંયુક્ત પરિવારમાં વધુ લોકો હોય અને કામ બાબતે સાસુ સસરા ટોકતા હોય એવા કેસ પણ આવ્યા છે. જ્યારે બીજા એવા કેસ છે જે પત્ની એવા કોલ કરે છે. મને પતિ સાસરિયા હેરાન કરે છે પણ એની ખરાઈ કરતા એ મહિલાને પિયર જવું હોય ખોટી હેરાનગતિની ફરિયાદ કરે છે. આવા ત્રણ કેસ આવ્યા છે.

- text