લોકડાઉનમાં હળવદ માથે લેતો રાજકીય આગેવાનનો સપૂત, પોલીસ આવતા ફરાર!

- text


નશામાં ભાન ભૂલી કલાકો સુધી પંચર પડેલી ગાડીના ઘુમરા લગાવ્યા

હળવદ : લોકડાઉનની સ્થિતિ વચ્ચે પણ હળવદમાં રાજકીય આગેવાનને છેલ ટાવ પુત્રે આજે ગામ ગજાવી પંચર પડેલી ગાડી સાથે બેફામ બનીને ઘુમરા મારતા સનસનાટી મચી જવા પામી છે. જો કે રાજકીય આગેવાનના સપૂતના કારનામાંની જાણ થતાં પોલીસ દોડતા તે નાસી છૂટ્યો હતો.

સમગ્ર હળવદ શહેરમા ટોક ઓફ ધી ટાઉન બનેલી આ ઘટના અંગે લોકમુખે ચર્ચાતી વિગતો મુજબ હળવદના રાજકીય અગ્રણીનો પુત્ર અવારનવાર નશો કરી બહાર આંટા ફેરા કરવા પંકાયેલ છે ત્યારે આ નેતાના પુત્રે તમામ હદ વટાવી ભાન ભુલ્યો હતો અને કલાકો સુધી હળવદની મુખ્ય બજારમાં સર્પાકારે ગાડી ચલાવી વિકૃત આનંદ માણ્યો હતો. બીજી તરફ કલાકો સુધી આમથી તેમ ગાડીના આંટા ફેરા કરવામાં ફોરવ્હીલમાં પંચર પડવા છતાં રાજકીય આગેવાનના પુત્રને ભાન રહી ન હતી અને ભારે અવાજ દેકારા સાથે ગાડીના આંટા ફેરા ચાલુ રાખતા મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો. લોકો તો એવી પણ ચર્ચા કરી રહ્યા છે કે પોલીસની ગાડી પાછળ થતા રાજકીય આગેવાનના સપૂતના પોબારા ભણી ગયો હતો.

- text

દરમિયાન રાજકીય નેતાના પુત્રના ભવાડાની જાણ અન્ય પીઢ રાજકીય આગેવાનને થતા આ મામલે જિલ્લા પોલીસવડાને જાણ કરવા પણ તૈયારી કરી અફસોસ સાથે જણાવ્યું હતું કે સદનસીબે લોકડાઉન હોવાથી મુખ્ય માર્ગ ઉપર કોઈ પસાર થતું ન હોય તેમજ સદભાગ્યે કોઈ અજુગતી ઘટના બની ન હતી, પરંતુ રાજકીય પક્ષની આબરૂને બટ્ટો લાગે તેવી આ ઘટના સાખી શકાય તેમ ન હોવાનું જણાવી પીઢ આગેવાને આ બાબતની ગંભીર નોંધ લીધી છે. આ સંજોગોમાં હળવદ પોલીસ હવે શું પગલાં ભરે છે અને શહેરમાં લાગેલા સીસી ટીવી ફૂટેજ જોઈ પગલાં લે છે કે કેમ તે જોવું રહ્યું.

- text