વાંકાનેર માર્કેટિંગ યાર્ડ દ્વારા વેપારીઓને ખેત પેદાશોની સીધી ખરીદી કરવાની અપીલ

- text


વાંકાનેર : વાંકાનેરના ડો. એ. કે. પીરઝાદા માર્કેટ યાર્ડ – એ.પી.એમ.સી. તરફથી જાહેર કરવામાં આવ્યું છે કે હાલમાં માર્કેટયાર્ડ ખાતે હરાજીથી ખેત પેદાશોની ખરીદી બંધ રહેશે પરંતુ ખેડૂતોની ખેત પેદાશો નું વેચાણ થાય તે હેતુથી સરકારની ગાઈડલાઈન મુજબ ખેડૂતો પાસેથી ખેતપેદાશની સીધી ખરીદી કરવા વ્યવસ્થા કરવામાં આવેલ છે. જે મુજબ યાર્ડના અધિકૃત દલાલ અને વેપારી મામલતદાર કચેરી ખાતેથી પાસ મેળવી ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરવા જઈ શકશે.

- text

આ માટે યાર્ડ દ્વારા અધિકૃત દલાલ અને વેપારીઓનું લિસ્ટ, વાંકાનેર મામલતદાર કચેરીને આપી દેવામાં આવશે. વેપારીઓએ લેટરપેડ ઉપર યોગ્ય ફોર્મેટમાં મામલતદાર કચેરી ખાતે પાસની માંગણી કરવાની રહેશે તેમજ વાહન ડ્રાઇવરનું લાઇસન્સ, વાહનની આર.સી. બુકની નકલો, પેઢીના સાથે જનાર જવાબદાર વ્યક્તિ અને મજૂરોનું લિસ્ટ, તમામના આધાર કાર્ડની નકલ આપવાની રહેશે. વધુમાં, વાંકાનેર માર્કેટ યાર્ડના ચેરમેન શકીલ અહેમદ કે. પીરઝાદા તરફથી વેપારીઓને ફરીથી માટે જાય ત્યારે સેનિટેશનનો ઉપયોગ કરવા, માસ્ક પહેરવા તથા સોશ્યલ ડિસ્ટન્સીગનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

- text