વાંકાનેરની વિજિલન્સ ટીમોના કારણે ખેડૂતોને આવન-જાવનમાં પડતી મુશ્કેલીઓ નિવારવા માંગ

- text


વિજિલન્સ ટીમો નિયમોનું ખોટું અર્થઘટન કરી ખેડૂતોને હેરાન કરતી હોવાની રાવ

વાંકાનેર : વાંકાનેરમાં કોરોનાના સાવચેતીના ભાગરૂપે વાંકાનેર ઇનસિડેન્ટ કમાન્ડર અને પ્રાંત અધિકારી એન.એફ. વસાવા દ્વારા શહેરના ચાર પ્રવેશદ્વારો ઉપર વિજિલન્સની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. જેથી, વાંકાનેરમાં પ્રવેશવું અઘરૂ બની ગયું અને લોકોને બિનજરૂરી આવતા અટકાવી દેવામાં આવ્યા છે. આ વિજિલન્સની ટીમો દ્વારા સરકાર દ્વારા જે લોકોને આવન-જાવન માટે છૂટ આપવામાં આવી છે તેઓને પણ રોકી પ્રાંત અધિકારીના નિયમોનું ખોટું અર્થઘટન કરી લોકડાઉનમાં સરકાર દ્વારા છૂટછાટ અપાયેલાં લોકોને પણ હેરાન કરવામાં આવી રહ્યા ના બનાવો સામે આવી રહ્યા છે.

- text

જેમાં આજે સવારે પંચાસીયા ગામના ખેડૂત કોળી દિલીપ મનજીભાઈએ પોતાના ખેતરમાં વાવેલા શાક બકાલુ રિક્ષામાં ભરી વાંકાનેર ખાતે લઇ આવતાં હોય રાતીદેવરી ચેકપોસ્ટ પર તેમને રોકવામાં આવેલ અને ગ્રામ પંચાયતના દાખલા વગર વાંકાનેરમાં પ્રવેશવાની મનાઈ કરવામાં આવેલ હતી. તેથી, ખેડૂતને વાંકાનેરથી ફરી પોતાના ગામે જવું પડ્યું હતું અને ગ્રામ પંચાયતનો દાખલો આવ્યા બાદ જ શહેરમાં પ્રવેશવાની છૂટ આપવામાં આવેલ હતી. આ ઉપરાંત ગામડેથી સવારમાં દૂધ લઈને આવતાં લોકોને પણ પરત ગામડે જઈ ગ્રામ પંચાયતનો દાખલો લઈ આવવાનું જણાવવામાં આવ્યું હતું. ત્યારે વાંકાનેરની જનતા દ્વારા વિજીવન્સ સ્ટાફને નિયમોની અને લોકડાઉનમાં અપાયેલા છૂટછાટોની પુરતી માહિતી તેમને આપવામાં આવે બાદ જ તેઓને બોર્ડર પર નિયુક્ત કરવામાં આવે તેવી લોક લાગણી જન્મી છે.

- text