મોરબી જિલ્લામાં લોકડાઉનના જાહેરનામાનો ભંગ કરતા 128 લોકો સામે ગુન્હો દાખલ

- text


મોરબી સીટી એ.ડીવી.માં 4 મહિલાઓ સામે પણ ગુન્હો નોંધાયો 
મોરબી એ.ડીવી.માં 37, બી ડીવી.માં 14, તાલુકામાં 22, વાંકાનેર સીટી.માં 23, તાલુકામાં 06, ટંકારામાં 12, હળવદમાં 10 અને માળીયા મી.માં 04 લોકો સામે જાહેરનામા ભંગનો ગુન્હો દાખલ 

મોરબી : જિલ્લામાં લોકડાઉનના ભંગ બદલ રવિવારે કુલ 128 લોકો સામે કલમ 188 મુજબ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

જે મુજબ મોરબી એ.ડીવી. પોલીસ સ્ટેશન વિસ્તારમાં 37, બી ડીવી. પોલીસ સ્ટે. વિસ્તારમાં 14, મોરબી તાલુકામાં 22, વાંકાનેર સીટી.પોલીસ સ્ટે.વિસ્તારમાં 23, વાંકાનેર તાલુકામાં 06, ટંકારામાં 12, હળવદમાં 10 અને માળીયા મી. પીલીસ સ્ટે.ની હદમાં 04 સહિત કુલ 128 લોકો સામે આઇપીસી કલમ 188 મુજબ જાહેરનામા ભંગનો ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ પૈકી ઘણા દુકાનદારો અને કારણ વગર ઘર બહાર નીકળતા લોકોનો સમાવેશ થાય છે.

મોરબી સીટી.એ.ડીવી. પોલીસ મથક વિસ્તારમાં 4 મહિલાઓ સામે પણ લોકડાઉનનો ભંગ કરીને લોકોને એકત્રિત કરવા બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

- text

ઉપરોક્ત કેસોમાં મોરબી પોલીસ દ્વારા દુકાનો ખુલી રાખવા બદલ 08 કેસો કરવામાં આવ્યા હતા. જ્યારે ટોળા એકઠા કરવા બદલ કુલ 23 કેસો કરવામાં આવ્યા હતા જેમાં 110 આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. બિનજરૂરી અવર-જવરના 10 કેસો કરવામાં આવ્યા જેમાં 10 લોકો વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. કુલ 11 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા. આમ મોરબી જિલ્લામાં જાહેરનામા ભંગના કુલ 41 કેસો કરવામાં આવ્યા હતા જેમાં 128 આરોપીની અટક કરવામાં આવી હતી.


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text