મોરબી જીલ્લા પંચાયતના પ્રમુખ દ્વારા ગ્રાન્ટનો ઉપયોગ કરી ગામમાં સાફ-સફાઈ રાખવા સરપંચોને અનુરોધ

- text


મોરબી : હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનો કહેર છે. આ ભયાનક વાયરસને નાબુદ કરવા સમગ્ર દેશ લોકડાઉન છે. ત્યારે સાફ સફાઈ અને દવા છટકાવવા માટે વારંવાર અલગ-અલગ માધ્યમોથી સુચના પણ આપવામાં આવે છે. આવામાં મોરબી જીલ્લામાંથી ગ્રામ્ય કક્ષાએ સરપંચોને મોરબી જીલ્લા પંચાયતના પ્રમુખ કિશોરભાઇ પી. ચિખલીયાએ ગામમાં સાફ-સફાઇએ જે તે પંચાયતમાં ઉપલબ્ધ ગ્રાન્ટમાંથી કરી શકાશે તેમજ ૧૪માં નાણાપંચની ગ્રાન્ટ પણ કોરોના વાયરસ સામે કામગીરી માટે વાપરી શકાશે તેવું યાદીમાં જણાવેલ છે. જેથી, ઉપલબ્ધ ગ્રાન્ટનો સદઉપયોગ કરી પોતાના ગામને સ્વચ્છ રાખી અને આવી મહામારીમાંથી બચાવી શકે તેવા પુરતા પ્રયત્નો કરવા તેઓએ જણાવવામાં આવેલ છે.

- text