પ્રેમજીનગર ગામને લોક કરી અવર-જવર પર પ્રતિબંધ મુકાયો

- text


મોરબી : લોકડાઉનનું કડક પાલન કરાવવામાં પોલીસને સહયોગ આપવામાં મોરબી જિલ્લાના મોરબી-વાંકાનેર વચ્ચે નેશનલ હાઇવે પર આવેલા પ્રેમજી નગરના ગામજનો દ્વારા ખરા અર્થે લોકડાઉનનું પાલન કરવામા આવતું હોય તેમ તે વિસ્તારમાં બહારના કોઈ વ્યક્તિ અંદર ના આવી શકે અને અંદરના વ્યક્તિ કામ વગર બહાર ના જઈ શકે બેનરો સાથે ગામને લોક કરી દેવામાં આવ્યું છે. જેમાં પ્રેમજીનગર વિસ્તારના વેલજીભાઇ શેકવા સહિતના અગ્રણીઓ અને યુવાનોએ સારી એવી જહેમત ઉઠાવી છે.

- text