ટંકારાના ધારાસભ્ય લલિતભાઇ કગથરા દ્વારા રાશન કીટનું વિતરણ કરાયું

- text


ટંકારા : હાલમાં લોકડાઉન દરમિયાન અનેક સેવાભાવી લોકો તથા આગેવાનો ગરીબોની વ્હારે આવ્યા છે. ત્યારે ટંકારાના ધારાસભ્ય લલિતભાઇ કગથરા દ્વારા તેઓના મતવિસ્તારમાં ખાદ્ય ચીજ-વસ્તુઓની કીટ બનાવી જરૂરિયાતમંદ લોકોને તેઓના ઘર સુધી પહોંચાડવામાં આવી હતી. આમ, આફતના સમયે ધારાસભ્ય લોકોની પડખે આવ્યા હતા. તેમજ પોતાની નૈતિક ફરજ નિભાવી સાચા લોક સેવકની ભૂમિકા અદા કરી હતી.

- text