મોરબીમાં બાઇક ડિટેઇન કરવા મામલે પોલીસ સાથે માથાકૂટ કરનાર બેની અટકાયત

- text


એ ડિવિઝન પોલીસે બાઇક ચાલક સામે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધ્યો

મોરબી : મોરબીમાં ડબલ સવારી બાઇકમાં નીકળેલા બે યુવાન પાસે બાઈકના લાયસન્સના કાગળિયા ન હોવાથી પોલીસે બાઇકને ડિટેઇન કર્યું હતું. આથી રોષે ભરાયેલા યુવાને પોલીસ સાથે માથાકૂટ કરતા પોલીસે બન્નેની અટકાયત કરી હતી. એ ડિવિજન પોલીસે આ બન્ને યુવાન સામે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી સીટી એ ડિવીજન પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ ચંદુભાઇ અમરશીભાઇ બાબરીયાએ આરોપી હરેશભાઇ ગોવિંદભાઇ અઘારીયા (ઉ.વ.૨૯ રહે.વીશીપરા ચાર ગોડાઉન પાછળ મોરબી અને પ્રવિણભાઇ ગોવિંદભાઇ અઘારીયા ઉ.વ.૩૨ રહે.વીશીપરા ચાર ગોડાઉન પાછળ મોરબી) વાળા સામે એ ડિવિજનમાં ફરિયાદ નોંધાવી હતી કે ગઈકાલે તા.૪ ના રોજ મોરબી વી.સી.ફાટક સર્કલ પાસે આરોપીઓ પોતાનુ બુલેટ નં. જી.જે.૩૬-ઇ-૭૪૬૭ વાળુ ડબલ સવારીમા લઇ નિકળતા લાયસન્સ કાગળો માંગતા ચાલક પાસે નહોય જેથી ડીટેઇનની કાર્યવાહી કરી બુલેટ પોલીસ સ્ટેશન લઇ જવા માટે ચાવી માંગતા ચાવી નહી આપી મોટર સાયકલ ખેચી રાખી રકઝક કરી કાયદેસરની ફરજમા રૂકાવટ કરતા બન્ને આરોપીઓની પોલીસ અટકાયત કરીને ફરજ રૂકાવટનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- text