મોરબી- માળિયા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા રાશનની 2 હજાર કિટના વિતરણનો સેવાયજ્ઞ

- text


 

મોરબી : મોરબી – માળિયા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા 2 હજારથી વધુ રાશન કિટના વિતરણનો સેવાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં ત્રબકભાઈ ફેફર દ્વારા 200 કીટ, નાનજીભાઈ રંગપરિયા દ્વારા 150 કીટ, ઈશ્વરભાઈ સબાપરા દ્વારા 100 કીટ, પ્રભુભાઈ સરડવા દ્વારા 100 કીટ, ગોવિંદભાઈ પટેલ દ્વારા 100 કીટ, જીવરાજભાઈ ફુલતરિયા દ્વારા 100 કીટ મળી કુલ 2000 કીટનું અનુદાન મળ્યું છે. આ કીટ બનાવવાની કામગીરી ઉમા હોટેલવાળા જયંતિભાઈ શેરસિયા, મહેન્દ્રનગર યુવક મંડળ દ્વારા થઈ રહી છે.

- text