મોરબી : પાટીદાર ધામ અને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા રાશન કીટનું વિતરણ કરાયું

- text


 

મોરબી : ગઇકાલે પાટીદાર ધામ અને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબી જિલ્લા અને અજયભાઈ લોરીયાના સંયુક્ત ઉપક્રમે રણછોડનગરના સ્થાનિક કાર્યકર મનુભાઈ ખાંડેખા (પુર્વ સરપંચ) તેમજ લુહાર યુવા સમન્વય “સિંહસ્થ સેના” અઘ્યક્ષ અને પત્રકાર મયુરભાઈ પિત્રોડાને સાથે રાખી પાટીદાર ધામના કાર્યકરો કિરીટભાઈ દેકાવાડીયા (પ્રમુખ) મણિલાલ વી. સરડવા (પૂર્વ પ્રમુખ મોરબી, જિ.પ્રા. શિ. સંઘ), નાનજીભાઈ મોરડીયા, ચમનલાલ કુંડારિયા સાથે વાંકડાના વતની ઘનશ્યામભાઈની ઈકો ગાડીમાં અને હકીકતમાં જરૂરીયાત વાળા લોકો છે. તેમના સુધી પહોંચે એ રીતે આજે બપોર પછી લોકલ કાર્યકર દ્વારા એક કિટમાં ઘઉં, ચોખા, કઠોળ બે દાળ, ખાંડ, સાબુ વગેરે વસ્તુ પેકિંગ કરી યોગ્ય જરૂરિયાતવાળા સુધી દરેક વસ્તુ પહોંચે તેની તકેદારી રાખીને વિતરણ કરવામાં આવ્યું હતું.

- text