મધ્યાહન ભોજન યોજનાના લાભાર્થી બાળકોના આંકડામાં વિસંગતતા

- text


રીગ્રાન્ટમા પણ ગણતરી કરવામા ગંભીર ભુલ સામે આવી : જીલ્લાના 9376 વિદ્યાર્થીની ગણતરી ન થયાનું ધ્યાને આવતાં નાયબ કલેકટર મધ્યાહન ભોજન દ્વારા કમિશનર ગાંધીનગરને બાકી વિદ્યાર્થીની ગ્રાન્ટ ફાળવવાની દરખાસ્ત કરાઈ

ટંકારા : નોવેલ કોરોના વાયરસની વૈશ્વિક મહામારીના કારણે દેશભરમાં લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે. તેમજ તેના અનુસંધાને મોરબી સહીત ગુજરાત રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે. જે અન્વયે મધ્યાહન ભોજન યોજના કચેરી દ્વારા રાજ્ય સરકાર દ્વારા નિયત કરેલ કુકીંગ કોસ્ટની રકમ તેમજ અનાજ વિદ્યાર્થીઓને આપવાનો નિર્ણય લેવાયો છે. જેમા શિક્ષણ વિભાગના ચોપડે અને ફાળવેલી સંખ્યામા ભારે અંતર સાથે વિસંગતતા સામે આવતા અનેક સવાલો ઉભા થયા છે.

- text

મોરબી તાલુકામાં સરકારી શાળામાં 25629 બાળકો અભ્યાસ કરે છે. જ્યારે ગ્રાન્ટ 22900 ની આવી છે. માળિયા મી.માં 8102 વિધાથી સામે 7220ની ગ્રાન્ટ આવી અને ટંકારામા 7682 વિધાથી સામે 6848 બાળક ની ગ્રાન્ટ આવી તેમજ વાકાનેર 23384 ભુલકાની જગ્યાએ 20881ની ગ્રાન્ટ મળી છે. જ્યારે હળવદમા પણ 22634 ની સંખ્યા સામે 20205 વિધાથીની ગ્રાન્ટ ફાળવી હોય ભુલકા માટે ભોજનિયાની ભુલ આંખે વળગે એવી છે. જોકે આ અંગે ધ્યાન પર આવતાં મોરબી જિલ્લા મધ્યાહન યોજનાની કચેરી દ્વારા બાકીના બાળકો માટે પણ ગ્રાન્ટ ફાળવવા પત્ર લખ્યો હતો અને એમા પણ આકડાની વિસંગતતા થતા અનેક સવાલો ઉભા થયા હતા કે, આ અંગે અધિકારીનો સંપર્ક કર્યો હતો તેઓએ ભુલ સુધારા માટેની વાત મોરબી અપડેટ સાથે કરી હતી અને આ અંગે ઉચ્ચકક્ષાએ જાણ કરી દીધાનું અને યોગ્ય કાર્યવાહી થવાનું જણાવ્યું હતું.

- text