મોરબીમાં જલારામ પ્રાર્થના મંદિર દ્વારા કોરોના આપાતકાલીન સમિતીની રચના કરાઈ

- text


મોરબી : પ્રવર્તમાન સમયે પણ કોરોનાના લોકડાઉનના પગલે મોરબી જલારામ મંદિર દ્વારા શહેરના વિવિધ પછાત વિસ્તારોમા ભોજન પ્રસાદ વિતરણ કરવામા આવે છે. જ્યા સુધી લોકડાઉનની પરિસ્થિતી રહેશે ત્યાં સુધી વ્યવસ્થા માટે કોરોના આપાતકાલીન સમિતીની રચના કરવામા આવેલ છે. મોરબી જલારામ પ્રાર્થના મંદિર આપાતકાલીન સમિતીમાં નીચે મુજબના સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

૧. ગીરીશ ભાઈ ઘેલાણી-૯૮૨૫૦૮૨૪૬૮
૨. હરીશભાઈ રાજા-૯૮૭૯૨૧૮૪૧૫
૩. ચંદ્રવદન ભાઈ પુજારા-૯૮૨૫૨૩૩૮૯૮
૪. ભગવાનજીભાઈ પટેલ (GK hotel)-૯૯૦૯૧૭૩૮૩૩
૫. કીશોર ભાઈ ચંડીભમર-૯૮૨૫૨૨૨૯૨૫
૬. જયેશભાઈ કંસારા-૯૮૭૯૦૧૦૪૬૦
૭. કે.પી. ભાગીયા- ૯૯૨૫૯૯૬૭૮૫
૮. રાજુભાઈ કાવર- ૯૮૭૯૨૩૧૧૦૫
૯. ટીના ભાઈ પટેલ- ૭૯૯૦૦૮૧૨૩૬
૧૦. છત્રસિંહજી જાડેજા- ૯૮૨૫૨૧૩૨૬૬
૧૧. નિર્મિતભાઈ કક્કડ- ૯૯૯૮૮૮૦૫૮૮

જે કોઈ જલારામ ભક્તો સેવાકાર્ય મા પ્રત્યક્ષ કે પરોક્ષ સહભાગી થવા ઈચ્છુક હોય તેમણે સમિતીના સભ્યોનો સંપર્ક કરવો. તેમ જલારામ સેવા મંડળના પ્રમુખ નિર્મિત કક્કડ એ યાદીમાં જણાવેલ છે.

- text

ઉલ્લેખનીય છે કે મોરબી શ્રી રઘુવીરસેના સાર્વજનિક ટ્રસ્ટ (રજી નં- E ૭૧૩) સંચાલીત જલારામ પ્રાર્થના મંદિર દ્વારા વિવિધ પ્રકારની માનવસેવા જેવી કે બિનવારસી મૃતદેહના અંતિમ સંસ્કાર, વૈકુંઠ રથ સેવા, અંતિમ યાત્રા બસ, શબવાહીની સેવા, એમ્બ્યુલન્સ સેવા, દરરોજ સાંજે પ્રસાદ, દર ગુરુવારે મહાપ્રસાદ, પદયાત્રીઓની સેવા, અસ્થિ વિસર્જન સેવા, ફ્રિઝ શબ પેટી, કુદરતી આફત સમયની સેવા, મેડીકલ સાધનોની સેવા સહીતની વિવિધ સેવાઓ સર્વજ્ઞાતિય પ્રદાન કરવામા આવે છે પરંતુ મોરબી જલારામ મંદિરના આગેવાનો તથા કાર્યકર્તાઓ દ્વારા ક્યારેય પણ પહોંચ બુક લઈને ફાળો કરવા નિકળેલ નથી. સર્વજ્ઞાતિય જલારામ ભક્તો પૂ. બાપાની પ્રેરણાથી મંદીરના આગોવાનોનો સંપર્ક કરી પોતાનુ યોગદાન આપે છે. તેમાંથી સેવાકીય પ્રવૃતિઓની જ્યોત અખંડ રાખવામા આવે છે.

- text