મોરબીમાં કોરોના સંદર્ભે પાલિકામાં વધુ એક પ્રોબેશન ચીફ ઓફિસરને મુકાયા

- text


મોરબી : મોરબીમાં કોરોના સંદભેની વધુ અસરકારક કામગીરી માટે રાજ્ય સરકારના આદેશને પગલે નગરપાલિકામાં હાલ પ્રોબેશન ચીફ ઓફિસરની નિમણુંક કરવામાં આવી છે.

મોરબી જિલ્લામાં કોરોનાના સંદર્ભેની કામગીરી માટે મોરબી નગરપાલિકામાં પ્રોબેશન ચીફ ઓફિસરને મુકવામાં આવ્યા છે. હાલ મોરબીના નગરપાલિકાના ચીફ ઓફિસર જે જિલ્લા કક્ષાના નોડલ ઓફિસર છે. તેમની સાથે આ પ્રોબેશન ચીફ ઓફિસર સાથે કામગીરી કરીને સરકાર સાથે લાઈઝેનિગનું કામ કરશે. તેથી રાજકોટના રિઝનલ કમિશનરે મંટીલકુમાર કનૈયાલાલ પટેલની મોરબી નગરપાલિકામાં અજમાયસી ચીફ ઓફિસર તરીકે નિમણુંક કરી છે. તેઓ જીપીએસસી કલાસ-3ના ઓફિસર છે અને હાલ ટ્રેનિંગ પિરિયડમાં છે. તેઓ મૂળ વડનગરના વતની અને હાલ તેમને મોરબી નગરપાલિકામાં અજમાયસી ચીફ ઓફિસર તરીકેનો ચાર્જ આપવામાં આવ્યો છે. તેઓને મોરબી જિલ્લાનું કામ સોંપાયું હોય જિલ્લા નોડલ ઓફિસર સાથે કામગીરી કરશે.

- text


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text