લોકડાઉનની ફરજ પર રહેલા પોલીસકર્મી પિતા બન્યા પરંતુ દીકરીનું મો જોઈ ત્વરિત ફરજ પર હાજર થયા

- text


માળીયા મી. : હાલ ચાલી રહેલા લોકડાઉનને કારણે પોલીસ તંત્રનો સમગ્ર સ્ટાફ રાત-દિવસ જોયા વગર પોતાની ફરજ બજાવી રહ્યો છે. ત્યારે માળીયા મી.ના પો. હેડ. કોન્સ.ના ઘેર પુત્રીનો જન્મ થતા પોલીસકર્મીએ પત્નિ-નવજાત પુત્રી માટે લાંબી રજા ન મુકતા પુત્રીનું મોં જોઈને તરત ફરજ પર હાજર થઈ ગયા હતા.

- text

માળિયા મી. પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ડી.સ્ટાફના પો. હેડ.કોન્સ. વિપુલ કિશોરભાઈ ફૂલતરિયાના ઘેર બાળકીનો જન્મ થતા પોતાની પારિવારિક ફરજના ભાગરૂપ ફક્ત એક દિવસ માટે ઘેર જઈ પત્નીની તબિયતની ખબર કાઢી તથા પુત્રીનું મોઢું જોઈ ફરી પાછા તુરંત ફરજ પર હાજર થઈ ગયા હતા. હાલની પરિસ્થિતિમાં રાષ્ટ્ર પ્રત્યે પોતાની ફરજને અગ્રતા આપી ફરજ પર હાજર થતા સાથી પોલીસકર્મીઓએ કિશોરભાઈની ફરજનિષ્ઠાને બિરદાવી હતી.

- text