વાંકાનેર : તબ્લીગી જમાતના લોકો પરત આવે એટલે તરત કોરોન્ટાઇન કરવા સૂચના અપાઈ

- text


મોરબી ડીડીઓ સહિતના અધિકારીઓ કોઠી અને મેસરિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાતે

વાંકાનેર : ગઈકાલે મોરબી જિલ્લા વિકાસ અધિકારી એસ. એમ. ખટાણા સાહેબ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી પી વી વસૈયા અને વાંકાનેર તાલુકા વિકાસ અધિકારી વી. કે. ગઢવી દ્વારા વાંકાનેર તાલુકાના કોઠી અને મેસરિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત કરવામાં આવી અને કોરોના વાયરસની મહામારીના લીધે ઉતપન્ન થયેલ સ્થિતિમાં આરોગ્ય વિભાગની તૈયારીઓનું નિરીક્ષણ કરવામાં આવેલ હતું.

આ ઉપરાંત, તબ્લીગી જમાતની દિલ્હીની મિટિંગમાં સામેલ થયેલ લોકોમાં વધેલ પોઝીટીવ કેસોના કારણે વાંકાનેર તાલુકાના તબ્લીગી સમાજની વસ્તી ધરાવતા ગામો જોધપર, સમઢીયાળા, મેસરિયા, કોઠીમાંથી કોઈ લોકો દિલ્હી ગયેલ છે કે નહીં તેની જાણકારી મેળવવામાં આવી હતી. જે મુજબ વાંકાનેર તાલુકાના 15 જેટલા તબ્લીગી સમાજના લોકો હાલ ગુજરાત બાહર છે. જેઓ મોટાભાગે ઝારખંડમાં રોકાયેલા છે. જે વિશે આ ગામોના સરપંચ તલાટી અને આરોગ્ય વિભાગને આ લોકો પરત આવે તરત કોરોન્ટાઇન કરવા સૂચના આપવામાં આવી હતી.

- text

આ પરિસ્થિતિમાં તાલુકાના ગામોમાં સ્વચ્છતા જાળવવા અને મૃત પશુ પક્ષીઓનો નિકાલ યોગ્ય રીતે થાય તે સુનિશ્ચિત કરવા જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. તેમજ મેસરિયાની લેટિસ ફેક્ટરીની મુલાકાત લઈ પરપ્રાંતીય શ્રમિકોની પરિસ્થિતિ વિશે જાણકારી મેળવવામાં આવી હતી. માનનીય જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આ શ્રમિકો માટે અન્ન પાણીની જરૂરિયાત સુનિશ્ચિત કરવા પંચાયત કર્મચારીઓને સૂચના આપવામાં આવી હતી.


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text