વાંકાનેર : દેશળ ભગતની ૯૩મી પુણ્યતિથીની ઉજવણી રદ

વાંકાનેર : સોરઠીયા રજપૂત સમાજ – વાંકાનેર દ્વારા રામજી મંદિર (રામ ચોક) ખાતે સંત શિરોમણી શ્રી દેશળ ભગતની ૯૩ મી પુણ્યતિથીની ઉજવણીનું આગામી તા.૬/૪/૨૦૨૦ સોમવાર, ચૈત્ર સુદ ૧૩ ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. પણ હાલમાં લોકડાઉન હોય આ સંત શિરોમણીની પુણ્યતિથિની ઉજવણી રદ કરવામાં આવી છે. આથી, દરેક જ્ઞાતિ બંધુઓએ પોત પોતાના ઘેર સુખડીનો પ્રસાદ બનાવી, થાળ, આરતી કરી, સમગ્ર વિશ્વ માં શાંતી થાય અને સૌને નિરોગી દીર્ધ આયુષ્ય મળે તેવી પ્રાર્થના કરવા અને વર્ષ ૨૦૨૦ નું લવાજમ રૂ. ૧૫૦ જ્ઞાતી મંદિર ખાતે સાંજે ૫ થી ૭ દરમ્યાન જમાં કરાવી સભ્ય પદ મેળવી લેવા વાંકાનેર સોરઠીયા રજપૂત સમાજએ અનુરોધ કર્યો છે.