માળીયાની રેશનિંગ દુકાનોમાં ઓછો જથ્થો આપતો હોવાનો વીડિયો વાયરલ

- text


જવાબદાર રેશનિંગ દુકાનો સામે નોટિસ આપવા સહિતની કાર્યવાહી કરવાનો મામલતદારે નિર્દેશ આપ્યો

માળીયા (મી.) : માળીયાની રેશનિંગ દુકાનોમાં ઓછો જથ્થો.આપતો હોવાનો એક જાગૃત નાગરિકે વીડિયો વાયરલ કરતા તંત્ર હરકતમાં આવ્યું હતું અને મામલતદાર સ્થળ ઉપર દોડી જઈને રેશનિંગના પરવાનેદારોને આ અંગે કડક સૂચના આપી હતી. તેમજ જવાબદાર રેશનિંગ દુકાનો સામે નોટિસ આપવા સહિતની કાર્યવાહી કરવાનો મામલતદારે નિર્દેશ આપ્યો છે.

- text

માળીયા મિયાણામાં સરકારના આદેશ મુજબ રેશનિંગ દુકાનોમાં બે દિવસથી વિનામૂલ્યે રેશનિંગના જથ્થાનું ગરીબોને વિતરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે કેટલીક રેશનિંગની દુકાનોમાં અપૂરતો રેશનિંગનો જથ્થો મળતો હોવાની ફરિયાદ ઉઠી હતી. જેમાં માળીયા મિયાણાની રેશનિંગની દુકાનોમાં જેટલો રેશનિંગનો જથ્થો મળવો જોઈએ એના બદલે અપૂરતો મળતો હોવાની ફરિયાદ અંગે જાગૃત નાગરિકે વીડિયો ઉતારીને આ અંગે મામલતદારને ફરિયાદ કરી હતી. જેના પગલે મામલતદારે રૂબરૂ સ્થળ ઉપર દોડી જઈને જવાબદાર રેશનિંગના પરવાનેદારોને કડક સૂચના આપી હતી. અને નોટિસ ફટકારવાની કાર્યવાહી કરવમાં આવશે તેવું માળીયાના મામલતદાર નિનામાએ જણાવ્યું હતું. માળીયાની મેઈન બજાર અને માલાણી શેરીમાં આવેલી બે રેશનિંગની દુકાનોમાં જથ્થો ઓછો આપતા અને અમુક વસ્તુઓ પણ આપતા ન હોવાની ફરિયાદ ઉઠી હતી. જેમાં લોકોની ફરિયાદ બાદ જાગૃત નાગરિકે વીડિયો વાયરલ કરતા મામલતદાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text