હળવદમાંથી વિદેશી દારૂની હેરાફેરી કરતા બે પકડાયા

- text


હળવદ : હળવદ પોલીસ દ્વારા હળવદમાંથી વિદેશી દારૂની હેરાફેરી કરતા બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે બંને આરોપીઓની અટકાયત કરી બનાવની વધુ તપાસ કરવામાં આવી રહી છે.

- text

હળવદમાં વોરા સોસાયટી તરફ જવાના રસ્તેથી હ્યુંન્ડાઇ એસન્ટ રજી.નં જી.જે. ૦૬ બી.એ ૯૩૬૨ કાળા કાચ વાળી ફોરવ્હીલ ગાડીમા ભારતીય બનાવટનો પરપ્રાંતિય વિદેશી દારુનો જથ્થો વેચાણ કરવાના ઇરાદે રાખી હેરાફેરી કરતા માંડણભાઇ રામાભાઇ ઝાપડા (ઉવ.૨૪, ધંધો. ડ્રાઇવિંગ રહે.નવા બુટવડા તા હળવદ જી મોરબી) તથા વિશાલભાઇ લક્ષમણભાઇ દેગામા (ઉ.વ.૨૭, ધંધો મજૂરી, રહે ગામ જુનુ બુટવડા તા હળવદ જી મોરબી)ને પકડી પાડવામાં આવ્યા છે. પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી વિદેશી દારૂની બોટલ નંગ-૩૬ ની કિ.રૂ.૧૦,૮૦૦ તથા તથા એક હ્યુંન્ડાઇ એસન્ટ ફોરવ્હીલ ગાડી મળી કુલ રૂ. ૧,૧૦,૮૦૦/- નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે. હાલમાં હળવદ પોલીસ દ્વારા બનાવની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

- text