હડમતિયામાં રાશન વિતરણ માટે સામાજિક અંતરની સુંદર વ્યવસ્થા કરાઈ

- text


કોરોના વાયરસના કારણે રાજ્ય સરકારના જાહેરનામાનો ભંગ ન થાય તે માટે પુરવઠા મામલતદારે નિમેલા સુરક્ષાકર્મીઓ દ્વારા એક મીટરનું અંતર રાખી માર્કિગ રાઉન્ડ બનાવી રાશન વિતરણ શરુ કરવામા આવ્યું

હડમતીયા : ટંકારા તાલુકાના હડમતિયામાં રાજ્ય સરકારના આદેશ અનુશાર પંડિત દિનદયાળ ગ્રાહક ભંડાર દ્વારા ગરીબી રેખા નીચે જીવતા પરિવારો જેવા કે અંત્યોદય, બીપીએલ તેમજ એનએફએસએ, એપીએલ કેટેગરી કાર્ડધારકોને વિના મુલ્યે રાશન આપવામાં સરકારની જાહેરાતના પગલે વિતરણકાર્ય શરુ થઈ રહ્યું છે. ત્યારે કયા કાર્ડધારકને કેટલો જથ્થો મળશે તે નીચે મુજબ છે.

- text

  • અંત્યોદયકાર્ડ (AAY) કાર્ડદીઠ ઘઉં – 25kg, ચોખા – 10kg, ખાંડ- ૩ વ્યકિત સુધી 1kg ૩ થી વધું 0.350ગ્રામ લેખે, આયોડાઈઝ મીઠું – ૬ વ્યકિત સુધી 1kg ૬ થી વધું 2kg, ચણાદાળ -.કાર્ડદીઠ 1kg,
  • BPL કાર્ડધારક ઘઉં – વ્યક્તિદીઠ 3.500ગ્રામ, ચોખા – 1.500ગ્રામ, ખાંડ – વ્યક્તિદીઠ 0.350ગ્રામ, આયોડાઈ મીઠું – કાર્ડદીઠ ૬ વ્યકિત સુધી 1kg ૬ થી વધુ 2kg, ચણાદાળ- કાર્ડદીઠ 1kg
  • APL-NFSA કાર્ડધારક વ્યકિતદીઠ ઘઉં – 3.500ગ્રામ, ચોખા-1.500ગ્રામ, ખાંડ – કાર્ડદીઠ 1kg, આયોડાઈઝ મીઠું – 1kg, ચણાદાળ – કાર્ડદીઠ 1kg

ટંકારા મામલતદારના પરીપત્ર મુજબ રાશન મેળવેલ તેમજ આ કાર્ય માટેની વ્યવસ્થા મામલતદારના આદેશથી વિતરણ સ્થળ પર ફરજ પર શિક્ષક મનહરભાઈ ફુલતરીયા, સરપંચ રાજાભાઈ માલાભાઈ, પંચાયત સદસ્ય અરવિંદભાઈ મહાદેવભાઈ, સુરક્ષાકર્મી જવાન તેમજ ડેપોના મંત્રી મકનભાઈ જેઠાભાઈ, સેવા સહકારી મંડળીના મંત્રી પરસોતમભાઈ સંઘાત, દિનેશભાઈ સંઘાત દ્વારા આયોજન કરી રાશનનું વિતરણ કરેલ છે.

- text