મોરબી જિલ્લામાં ઠેર-ઠેરથી PM અને CM રિલીફ ફંડમાં અનુદાનની સરવાણી વહી

- text


કોરોના સામેની જંગમાં સેલિબ્રેટીઓ સાથે સામાન્ય વ્યક્તિઓએ આર્થિક યોગદાન કરી માનવ ધર્મ નિભાવ્યો

મોરબી : મોરબી : સમગ્ર રાજ્ય સહિત દેશભરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તેમજ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા કોરોના વાયરસના સંદર્ભે લોકોની સહાય માટે રીલીફ ફંડમાં ઉદાર હાથે સહયોગ કરવાની અપીલ કરી હતી. આ જાહેર અપીલના પગલે અનેક સેવાભાવી સંસ્થાઓ, ઉદ્યોગગૃહો, સ્વૈચ્છીક સંસ્થાઓ, સામાન્ય નાગિરકોએ પણ પોતાની બચતમાંથી પણ કોરોના સામેની જંગ લડવા માટે ફંડ નોંધાવ્યું છે.

મોરબી જિલ્લાની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ મોરબીએ મુખ્યમંત્રી રીલીફ ફંડમાં રૂ. ૫,૦૦,૦૦૦/-, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વાંકાનેરએ મુખ્યમંત્રી રીલીફ ફંડમાં ૫,૦૦,૦૦૦/- , ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હળવદએ પ્રધાનમંત્રી રીલીફ ફંડમાં રૂ. ૫,૫૧,૦૦૦/- અને મુખ્યમંત્રી રીલીફ ફંડમાં ૫,૫૧,૦૦૦ તેમજ મોરબી જિલ્લા મહિલા સહકારી દૂધ ઉત્પાદક સંધ લી. (મયુર ડેરી) મોરબીએ મુખ્યમંત્રી રીલીફ ફંડમાં રૂ ૫,૦૦,૦૦૦/- નો ફાળો આપ્યો છે. આમ, કુલ મુખ્યમંત્રી રાહત ફંડમાં વીસ લાખ એકાવન હજાર અને પ્રધાનમંત્રી રાહત ફંડમાં પાંચ લાખ એકાવન હજારનો ફાળો નોંધાવ્યો છે.

વાંકાનેરના ધારાસભ્ય મહંમદ જાવેદ પીરઝાદાના માર્ગદર્શન હેઠળ ડો. એ. કે. પીરઝાદા માર્કેટ યાર્ડ, એ.પી.એમ.સી. – વાંકાનેર દ્વારા મુખ્યમંત્રી રાહત નિધિમાં રૂ. 5,00,000નો ફાળો આપી સહકાર આપવામાં આવ્યો છે. તેમજ મોરબીમાં સીરામિક ટ્રેડિંગનો વ્યવસાય કરતા ભાવિનભાઈ અગ્રાવત દ્વારા પુત્રીના પ્રથમ જન્મદિવસ નિમિતે તથા કોરોના સામેની લડતમાં પી.એમ. કેર્સ ફંડમાં રૂ. 11,111 તથા સી.એમ. રીલીફ ફંડમાં રૂ. 1,111નું યોગદાન કરવામાં આવ્યું છે.

મોરબીના યુવા ઉદ્યોગપતિ અજય લોરિયા દ્વારા PM કેર્સ ફંડમાં રૂ. 1,11,111નું અનુદાન કરી કોરોનાને કારણે સર્જાયેલી કપરી પરિસ્થિતિમાં નૈતિક ફરજ નીભાવી છે. તેમજ મોરબીની શારદા સોસાયટીમાં રહેતા ભરતનગર ઉત્તર બુનિયાદી શાળાના નિવૃત આચાર્ય છગનભાઇ મુળજીભાઇ નાગરા દ્વારા કોરોના લડત માટે રૂ. 1,11,111 નું આર્થિક યોગદાન આપવામાં આવ્યું છે.

પટેલ કોલ કોર્પોરેશનના જીગ્નેશ પટેલ દ્વારા પી.એમ. કેર્સ ફંડમાં રૂ. 26,000 તથા સી.એમ. રીલીફ ફંડમાં રૂ. 25,000 મળી કુલ રૂ. 51,000ની આર્થિક મદદ કરવામાં આવી છે. તેમજ ટંકારાના લજાઈ ગામના RB બ્રધર્સ ગ્રુપના રાજ પંડ્યા દ્વારા પીએમ કેર્સ ફંડમાં રૂ. 17,777 નું યોગદાન આપવામાં આવ્યુ છે.

મોરબીના જાગૃત દંપતિ CM રિલીફ ફંડમાં અનુદાન કરવામાં આવ્યું છે. જેમાં જગદીશભાઈ સાગઠીયા દ્વારા રૂ. 11,000 તથા તેમના પત્ની વિજ્યાબેન દ્વારા રૂ. 14,000 મળી કુલ રૂ. 25,000નું દાન કરવામાં આવ્યું છે. તેમજ મોરબીના પ્રફુલદાન (પ્રવિણદાન) ગઢવી દ્વારા PM કેર્સ ફંડમાં રૂ. 11,111નું અનુદાન કરવામાં આવેલ છે.

- text

આમ, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક માત્ર હાકલથી મોરબી સહીત વાંકાનેર, ટંકારા, હળવદ અને માળીયા (મી.)માં ઠેર-ઠેરથી PM કેર્સ અને CM રિલીફ ફંડમાં અનુદાનની સરવાણી વહી છે. જે હજુ આગામી દિવસોમાં અવિરત ચાલુ રહેશે.


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text