મોરબીના દાઉદી પ્લોટમાં ફ્લેટમાં જુગાર રમતા છની અટકાયત

- text


મોરબી : ગઈકાલે તા. 1ના રોજ મોરબી સીટી એ ડિવીઝન પોલીસ દ્વારા મોરબીના દાઉદી પ્લોટની શેરી નં.૦૨ના ડાયમંડ હાઇટ્સમાં આરોપી નવસાદના ફ્લેટમાં જુગાર રમતા નવસાદભાઇ ઉર્ફે દિલાવર અગજીભાઇ હાજીયાણી, અશોકભાઇ સદરૂદીનભાઇ હાજીયાણી, સીરાઝભાઇ રહેમતઉલ્લા સુરાણી, અબ્દુલભાઇ અકબરભાઇ બગથરીયા, અનિલભાઇ સદરૂદીનભાઇ હાજીયાણી, તથા ઇસ્માઇલભાઇ જીવાભાઇ વકાલીયા અટકાયત કરવામાં આવી છે. તેમજ પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી રોકડા રૂ. ૩૪૪૧૦/- કબ્જે કરવામાં આવ્યા છે.

- text