મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ખાતે રામ જન્મોત્સવની ઉજવણી

બપોરે ૧૨ કલાકે પ્રભુ શ્રી રામના પ્રાગટ્ય સમયે કુવારીકાઓના હસ્તે મહાઆરતી કરાઈ : કોરોના નામના દૈત્યના સંકટમાંથી માનવજાતને ઉગારવા પ્રાર્થના કરાઈ
(જનક રાજા દ્વારા)

મોરબી : કોરોના મહામારીને પગલે સમગ્ર દેશમાં લોકડાઉન છે ત્યારે મોરબીના પ્રધાનમંત્રી આવાસ યોજના ખાતે ચાર કુવારીકા બાળાઓના હસ્તે મહાઆરતી ઉતારી પ્રભુ શ્રી રામના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

સરકારના આદેશ અનુસાર લોકડાઉનને સમર્થન આપી આજે પ્રધાનમંત્રી આવાસ યોજના ખાતે રામનવમીના પાવન અવસરે ભગવાન શ્રી રામની જન્મજયંતીની બાળાઓના હસ્તે બપોરે ૧૨ :૦૦ કલાકે મહાઆરતી ઉતારી ઉજવણી કરવામાં આવી હતી. તેમજ કોરોના વાયરસ નામના દૈત્યના સંકટમાંથી માનવ જાતને ઉગારવા પ્રાર્થના કરી હતી. તો પ્રચામૃત અને પંજરીની પ્રસાદી સોસાયટીમાં ઘરે-ઘરે જઇ વિતરણ કરવામાં આવી હતી.