કોરોના સામેની જંગમાં મોરબીના સનહાર્ટ ગ્રુપ દ્વારા રૂ.22.22 લાખનું અનુદાન

- text


લોકડાઉનના કારણે શ્રમિકો ભૂખ્યા ના રહે, તેથી રાશન કીટનું પણ વિતરણ કરાયું

મોરબી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશવાસીઓને કોરોના સામેની લડતમાં આર્થિક સહયોગ આપવાની હાકલ કરવામાં આવી છે. જે હાકલને ઝીલીને સામાન્ય લોકોથી લઈને સેલિબ્રિટીઓ યથાશક્તિ અનુદાનની સરવાણી વહાવી રહ્યા છે. ત્યારે મોરબી સીરામીક એસોસિએશન દ્વારા પણ સીરામીક ઉદ્યોગકારોને પોતાનું આર્થિક યોગદાન આપવા અપીલ કરી છે.

ત્યારે મોરબીના સામાજિક કાર્યોમાં સદા અગ્રેસર રહેતા ગોવિંદભાઇ વરમોરાના સનહાર્ટ ગ્રુપ દ્વારા CM રિલીફ ફંડ તથા PM કેર્સ ફંડ, બંનેમાં રૂ. 11,11,221 મળી કુલ રૂ. 22,22,442 જેટલી ધનરાશિનું અનુદાન કરવામાં આવ્યું હતું. આ રકમનું દાન સનહાર્ટ ગ્રુપના સ્થાપક ગોવિંદભાઇ વરમોરા, ચેરમેન ભુદરભાઈ તથા ડાઈરેક્ટર હાર્દિકભાઈ દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની મુલાકાત લઈને આપવામાં આવ્યું હતું.

- text

આ ઉપરાંત, મોરબીમાં સનહાર્ટ ગ્રુપની દરેક ફેક્ટરીમાં કામ કરતા મજૂરોને તેમજ અન્ય શ્રમિકોને પણ લોકડાઉનના કારણે તેઓ ભૂખ્યા ના રહે, તેવા હેતુથી રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. રોજનું રોજ કમાઈને ભોજનની વ્યવસ્થા કરતા મજૂરો પાસે લોકડાઉનના કારણે હાલમાં કામ ન હોવાથી તેઓને 15 દિવસ સુધી એટલે કે લોકડાઉન પૂરું થાય ત્યાં સુધી ચાલે તેટલાં રાશનની કીટ આપવામાં આવી હતી.

- text