મોરબી : હાજીપીર સેવા સમિતિ ટ્રસ્ટ સંચાલિત શુકુન હોસ્પિટલ દ્વારા નિદાન અને દવા સહિતની સેવાઓ નિઃશુલ્ક અપાશે

- text


મોરબી : મોરબી હાજીપીર સેવા સમિતિ ટ્રસ્ટ સંચાલિત વાવડી રોડ ખાતે આવેલ શુકુન હોસ્પિટલમાં સર્વધર્મના દર્દીઓ માટે તા. 1/4/2020 થી તા.30/4/2020 એક મહિના સુધી તમામ દર્દીઓને ડૉ. સૈફુદિનબાદી અને ડૉ. અફઝલ કાસમા દ્વારા o.p.d. ટાઈમ સવારે 10 થી સાંજે 8 વાગ્યા સુધી હોસ્પિટલમાં વિનામૂલ્યે દવા, બાટલા, ડોકટરી ચાર્જ, લેબોરેરી સહીત લોકોને વિનામૂલ્યે સેવા આપવામાં આવશે. આ સેવાનો લાભ લેવા માટે દર્દીઓને હાજીપીર સેવા સમિતિ ટ્રસ્ટ અને શુકુન હોસ્પિટલના તમામ સ્ટાફ તેમજ પ્રમુખ હાજી હાસમભાઇ પીપરવાડિયા, ઉપપ્રમુખ હાજી અબ્દુલભાઈ મોડ તથા તમામ ટ્રસ્ટીઓ અનુરોધ કરવામાં આવ્યો છે. વધુ વિગત માટે ફોન : 02822 250050 પર સંપર્ક કરવાનો રહેશે.

- text