લોકડાઉન વચ્ચે મોરબીમાં અબોલ પશુઓ માટે પણ સંસ્થા અને આગવવાનો આગળ આવ્યા

- text


ગૌશાળામાં રોકડ સહાય પણ આપવામાં આવી

મોરબી : કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે હાલમાં સમગ્ર મોરબીમાં લોક ડાઉન છે. આથી, લોકોને આવશ્યક કામકાજ સિવાય ઘરની બહાર નીકળવા માટે મનાઈ છે. આવા સમયે અનેક સેવાભાવી સંસ્થાઓ જરૂરિયાતમંદ લોકોની વહારે આવી છે. તેમજ સરકાર દ્વારા પણ જરૂરી સહાય કરવામાં આવી રહી છે. ત્યારે લોકડાઉન વચ્ચે મોરબીમાં ગૌમાતાની ખેવના કરી અનેક સંસ્થાઓ અને લોકો દ્વારા ઘાસચારો નાખવામાં આવી રહ્યો છે. તેમજ તેના માટે રોકડ સહાય આપવામાં આવી રહી છે.

યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા કોરોનાની વેશ્વિક મહામારી અનુસંધાને લોકડાઉનના સમયમાં મોરબી શહેરમાં જ્યાં ગાયમાતા વિચરે છે તેવા વિસ્તારોમાં ઘાસચારાની સેવા કરવામાં આવી હતી અને અવિરત રીતે જ્યાં સુધી પરિસ્થિતિ ન સુધરે ત્યાં સુધી ઘાસચારો પહોંચાડવામાં આવશે. તેમજ ગ્રુપ દ્વારા અન્ય લોકો પણ ગાય તથા અન્ય રખડતા પશુઓનું નિર્વાહ થાય શકે એ માટે સેવા કરવા અપીલ કરવામાં આવી છે. તેમજ નગર પાલિકાના પ્રમુખ કેતન વિલપરા અને મામલતદાર રૂપાપરા સાહેબ દ્વારા રખડતા પશુઓને ઘાસચારો નાખવામાં આવ્યો હતો.

- text

લોકડાઉન દરમિયાન મોરબી તાલુકાના ખાખરાળા ગામના વતની શારદાબેન સદાતીયા (ઉ.વ. ૫૨) એ સરાહનિય કામગીરીને બિરદાવી પડે તેવુ કાર્ય કરેલ છે. જેમાં પોતે નિરાધાર હોવાથી ગામની સાફ સફાઈની કામગીરી કરી તથા આર.ડી.સી. બેંકમાં કચરા-પોતાની કામગીરી કરી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. તેમાંથી બચત કરેલ રકમમાંથી ગૌશાળામાં અલગ-અલગ જગ્યાએ જેમ કે રોકડીયા હનુમાનજીની ગૌશાળા, નકલંક રણુજા આશ્રમ તથા ખાખરાળા ગામની ગૌશાળામાં ગાયોને ખોળનું દાન કરેલ છે. જે કામગીરીને બિરદાવી પડે જે સમાજના નવી રાહ ચીંધેલ છે. તેમજ ચિત્રા ધૂન મંડળ તરફથી રૂ. 51,000નુ દાન મોરબીના પાંજરાપોળમા આપવામા આવેલ છે. તથા ભિખાભાઈ લોરિયા તરફથી રૂ, 10,000નુ દાન તથા ટી. સી. ફુલતરીયા તરફથી રૂ. 5000નુ દાન પાજરાપોળને આપેલ છે.


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text