લોકડાઉનની પરિસ્થિતિમાં મોરબીમાં ગેસના બાટલાની ડિલિવરી ચાલુ જ રહેશે

- text


કોરોના વાયરસ સામે રક્ષણ માટે ઓનલાઇન પેમેન્ટ સુવિધાનું પણ ઓપશન અપાશે

મોરબી : હાલમાં, આપણો દેશ કોરોના વાયરસની ગંભીર કટોકટીનો સામનો કરી રહ્યો છે, જેની અસર વિશ્વભરમાં ઘણા દેશોમાં થઇ છે અને ડબ્લ્યુએચઓ દ્વારા મહામારી પણ ઘોષિત કરવામાં આવી છે. વાયરસને ફેલાતો અટકાવવા માટે કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા અનેક અસરકારક પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. કેન્દ્ર તેમજ રાજ્ય સરકારો માટે હાલની પરિસ્થિતિમાં નાગરિકોની જીવન જરૂરિયાતની વસ્તુઓની અછત ઉભી ન થાય તે માટે સતત પ્રયત્નશીલ છે.

રાંધણગેસ પણ જીવન જરૂરિયાતની વસ્તુઓમાંની એક છે. હાલે લોકડાઉનની પરિસ્થિતિમાં પણ એલપીજી ગ્રાહકોને ઘર બેઠા જ ગેસના બાટલાઓ ઉપલબ્ધ કરાવીને ગેસની કોઇપણ રીતે અછત ઉભી ન થાય તે માટે ગ્રાહકોને આઈઓસી / બીપીસી / એચપીસી જેવી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ડિલિવરીની ખાતરી આપે છે.

સમગ્ર દેશમાં ૩૨ કરોડ જેટલા ઘરોને એલપીજી ગેસના ગ્રાહકોને ગેસની અછત ઉભી ન થાય અને ઘર બેઠા જ ગેસ સિલિન્ડર પહોંચાડવા માટે વિતરકોનું નેટવર્ક સતત કાર્યરત છે. હાલની પરિસ્થિતિમાં નાગરિકો પોતાના ઘરમાં જ સલામત રહે અને રાંધણ ગેસની કોઇપણ જાતની તકલીફ ઉભી ન થાય તે માટે ઓઇલ વિતરણ કંપનીઓ પોતાના ગ્રાહકોને એસએમએસ સંદેશાઓ, સોશિયલ મીડિયા વગેરે દ્વારા સંદેશાઓ પહોંચાડી ગેસ સિલિન્ડર તેમના ઘર સુધી પહોંચાડવાની ખાતરી અપાઇ રહી છે.

- text

લોકડાઉનની પરિસ્થિતિમાં રાંધણ ગેસના ગ્રાહકો ઓનલાઇન બુકીંગ તેમજ ઓનલાઇન પેમેન્ટ કરે તે માટે પણ સુવિધાઓને વધુ વિસ્તૃત કરવામાં આવી છે. ગ્રાહકોને રોકડા રૂપિયાના લેવડ-દેવડને ટાળવા માટે ઓનલાઇન પેમેન્ટની પણ સુવિધા ગ્રાહકોને આપવામાં આપશે. આ માટે ગેસ કંપનીના ડિસ્ટ્રીબ્યુટર સ્ટાફ, ગોડાઉન કીપર, ડિલીવરી કરનાર સહિતનો સમગ્ર સ્ટાફ ગ્રાહકો માટે સતત કાર્યરત છે.

કોરોના વાયરસના સંક્રમણની ચેઇન તોડવા માટે સૌ કોઇ પ્રયત્નશીલ છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા ઉજ્જવલા ગ્રાહકોને એપ્રિલ થી જૂન એમ ત્રણ મહિના સુધી નિઃશુલ્ક એલપીજી ગેસ આપવાની જાહેરાત કરી છે. ઉજ્જવલાના ગ્રાહકોને ગેસ રીફીલ કરવાનું ચાર્જ ગ્રાહકના સીધા બેન્ક એકાઉન્ટમાં જમા કરી દેવામાં આવશે. મોરબી જિલ્લામાં ઉજ્જવલા સ્કીમ હેઠળ ૪૭૩૨૭ ગ્રાહકો નોંધાયેલા છે.


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text