હળવદ : સરંભડા ગામમાંથી જુગાર રમતા પાંચ ઝડપાયા, એક ફરાર

- text


હળવદ : ગઈકાલે તા. 1ના રોજ હળવદ પોલીસ દ્વારા સરંભડા ગામની સીમમા હીરાભાઇ નરશીભાઇ (રહે. સરંભડા) વાળાની વાડીની બાજુમા ખરાબા પાસે જાહેરમાં જુગાર રમતા જેસીંગભાઇ રાહુભાઇ બવળીયા (ઉ.વ ૬૦, ધંધો મજુરી, રહે ગામ સરંભડા, તા હળવદ, જી મોરબી), રમેશભાઇ ચુનીલાલ વરસડા (ઉ.વ ૪૧, ધંધો વાળંદકામ, રહે ગામ સરંભડા, તા હળવદ, જી મોરબી), યોગેશદાન મેકરણદાન રોહડીયા (ઉ.વ ૩૬, ધંધો મજૂરી, રહે ગામ સરંભડા, તા હળવદ, જી મોરબી), ધીરજભાઇ ગોરધનભાઇ સાપરા (ઉ.વ ૫૦, ધંધો મજૂરી, રહે ગામ કડીયાણા, તા હળવદ જી મોરબી) તથા શીવાભાઇ નરશીભાઇ ડાભી (ઉ.વ ૩૯, ધંધો મજુરી, રહે ગામ સુર્યનગર (સુંદરગઢ), તા હળવદ, જી મોરબી) ને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમજ તેઓ સાથે જુગાર રમતા છગનભાઇ કાળુભાઇ ઉઘરેજા (રહે સરંભડા, તા હળવદ) નાસી છૂટતા તેની શોધખોળ આદરવામાં આવી છે. પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી રોકડા રૂ. ૧૦,૪૦૦ /- તથા પાંચ મોબાઇલ ફોન કી.રૂ.૫૫૦૦/- મળી કુલ ૧૫૯૦૦/- ના મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

- text