ટંકારાની દયાનંદ હોસ્પિટલે કોરોન્ટાઇન માટે મદદરૂપ થવાની તૈયારી દર્શાવી

- text


ટંકારા : ટંકારાની સૌથી મોટી 20 બેડ 3 ઓફીસ સાથે તમામ સુવિધાવાળી દયાનંદ હોસ્પિટલે કોરોન્ટાઇન માટે મદદરૂપ થવાની તૈયારી દર્શાવી છે. ટંકારા સિવિલ હોસ્પિટલ ખાતે માત્ર 10 બેડ જ કોરોનટાઈન માટે તૈયાર કર્યા છે. ત્યારે દયાનંદ હોસ્પિટલે કોરોનટાઈન માટે મદદરૂપ થવાની તૈયારી દર્શાવી છે.

ટંકારા લતીપર ચોકડી પાસે આવેલ મહર્ષિ દયાનંદ સરસ્વતી હોસ્પિટલ 20 બેડ સુધીની કેપેસીટી, ઓટી, 3 ઓફીસ, પાણીની ફુલ ફેસેલીટી વાળી આઈસોલેસન હોસ્પિટલ બનાવવા કે અન્ય કોઈ રીતે સરકારને ઉપયોગમાં લેવાની ઈચ્છા હોય તો કોઈપણ ચાજઁ વગર કોરોનાના કહેર વચ્ચે ઉપયોગી બનવા ના ઉમદા ઉદેશથી ડો. જીવાણી જયંતી સાહેબે તંત્ર સમક્ષ પહેલ કરી છે અને જરૂર પડે ત્યારે આ હોસ્પિટલની સેવા લેવાની તૈયારી દર્શાવી છે.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમા કોરોનાના વધતા જતા કેસો વચ્ચે તંત્ર દ્વારા તૈયારીઓ પુરી કરી રહી છે. ત્યારે ટંકારા સિવિલ હોસ્પિટલમાં પણ કોરોના કહેર વચ્ચે સ્પેશ્યલ આઈસોલેસન કોરોનટાઈનના 10 બેડ બનાવવામાં આવ્યા છે. જે પુરતી માત્રામા ન હોય તો દયાનંદ હોસ્પિટલ ઉપયોગી બની શકે છે. તંત્ર આ હોસ્પિટલને કોરોન્ટાઇન માટે ઉપયોગમાં લે તેવી ઉમદા પહેલ કરવામાં આવી છે.

 

- text