બાળકોમાં રહેલ રચનાત્મક શક્તિ ખીલવવા હળવદ વહીવટી તંત્ર દ્વારા ઓનલાઈન ચિત્ર સ્પર્ધાનું આયોજન

- text


તંત્ર દ્વારા જાહેર કરાયેલ વોટ્સએપ નંબર પર લોકડાઉન દરમિયાન તૈયાર કરેલ કૃતિ મોકલી શકાશે

હળવદ : હળવદમાં તંત્ર દ્વારા એક નવતર પહેલ કરવામાં આવી છે. જેમાં શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના બાળકોની રચનાત્મક શક્તિઓ ખીલે તે માટે ચિત્ર સ્પર્ધાનું ઓનલાઈન આયોજન કરવામાં આવ્યું છે. જે ચિત્ર સ્પર્ધા જુદી-જુદી ત્રણ શ્રેણીઓમાં યોજવામાં આવી છે. સાથે જ ચિત્ર સ્પર્ધામાં એકથી ત્રણ નંબર મેળવનાર બાળકોને આવનાર ૧૫મી ઓગસ્ટના દિવસે તાલુકા કક્ષાના કાર્યક્રમમાં શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાશે.

- text

હાલ કોરોના વાયરસને લઈ દેશ આખાને લોકડાઉન જાહેર કરાયો છે. જેથી, તંત્ર દ્વારા પણ લોકોને ઘરમાં જ રહેવા અપીલ કરવામાં આવી રહી છે. સાથે જ સ્કૂલમાં પણ રજાઓ હોવાને પગલે બાળકો પણ ઘરે જ રહેતા હોવાથી આસીસ્ટન્ટ કલેક્ટર ગંગાસિંહ દ્વારા બાળકોમાં રહેલ રચનાત્મક શક્તિ ખીલવવાના હેતુ સાથે જુદી-જુદી ત્રણ શ્રેણીઓમાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ શ્રેણીમાં ધોરણ ૧ થી ૫, દ્વિતીય શ્રેણીમાં ધોરણ ૬ થી ૮ અને તૃતીય શ્રેણીમાં ધોરણ ૯ થી ૧૨ ના બાળકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ચિત્ર સ્પર્ધામાં સ્વચ્છ મન-સ્વચ્છ તન, કોરોનાથી બચાવ અને પ્રકૃતિનું જતન આ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક બાળક દ્વારા ઉપરોક્ત ત્રણેય વિષય પર બનાવેલ ચિત્ર તેમના વાલીએ બાળકનું નામ, સરનામું, ધોરણ અને વિષય તેમજ વાલીનો મોબાઇલ નંબર લખી 98793 01634 નંબર ઉપર તારીખ 15/ 4/ 2019 ના સાંજના પાંચ વાગ્યા સુધી મોકલવાનું તંત્ર દ્વારા જણાવાયું છે. આ અંગે આસીસ્ટન્ટ કલેક્ટર ગંગાસિંહ એ જણાવ્યું હતું કે આ સ્પર્ધાનો હેતુ બાળકો દ્વારા પોતાના ઘરે રહી લોકડાઉનના સમયનો સદુપયોગ કરી પોતાનામાં રહેલી રચનાત્મક શક્તિ ખીલે તે અંગેનો છે.

- text