વાઘપર (પીલુડી) ખાતે દર વર્ષે આયોજિત થતો સંઘાણી પરિવારોનો સ્નેહમિલન, હોમ-હવન કાર્યક્રમ રદ

મોરબી : સંઘાણી પરીવારો માટે દર વર્ષે શ્રી રોકડીયા હનુમાનજી મંદિર વાઘપર (પીલુડી) ખાતે યોજાનાર સ્નેહ મિલન તેમજ હોમહવનનો કાર્યક્રમ આ વર્ષે કોરોના સંક્રમણના કારણે રદ કરવામાં આવ્યો છે.

શ્રી રોકડીયા હનુમાનજી મંદિર વાઘપર (પીલુડી) સમસ્ત સંઘાણી પરીવાર જોગ દ્વારા સમસ્ત સંઘાણી પરીવારના દરેક ધર્મપ્રેમી ભાઈઓ તથા બહેનોને જણાવવામાં આવ્યું છે કે આગામી તારીખ ૮/૪/૨૦૨૦ને બુધવારના રોજ હનુમાન જયંતીએ યોજનાર મહાયજ્ઞ તથા સમૂહ પ્રસાદનો કાર્યક્રમ કોરોના સંક્રમણની ઉપસ્થિત થયેલી પરિસ્થિતિને લઈને મોફુક રાખેલ છે. સમસ્ત સંઘાણી પરિવારે સરકાર શ્રીના આદેશનું પાલન કરીને પોતાના ઘરે જ રહેવું. તથા શ્રી હનમાનજી દાદાનું ઘેર રહીને જ અનુષ્ઠાન કરી અને પુજા અર્ચન કરવા તથા વાઘપર (પીલુડી) દાદાના મંદિરે ન આવવા સંઘાણી પરિવાર ટ્રસ્ટ હનુમાનજી મંદિર, વાઘપર (પીલુડી) દ્વારા અપીલ કરવામાં આવી છે.