મોરબી જિલ્લામાંથી જાહેરનામા ભંગ બદલ એક મહિલા સહિત 39 સામે ગુન્હો નોંધાયો

- text


મોરબી સીટી.એ.ડીવી.માં 13, બી.ડીવી.માં 14, તાલુકામાં 2, વાંકાનેર સીટી.માં 2, તાલુકામાં 7 અને હળવદમાં 1 સામે ગુન્હો દાખલ 

મોરબી : એકવીસ દિવસના લોકડાઉનના 8માં દિવસે મોરબી જિલ્લામાં 37 લોકો સામે કલમ 188 મુજબ જ્યારે 2 લોકો સામે કલમ 269 મુજબ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

મોરબી સીટી એ. ડીવીઝન વિસ્તારમાં અમિનભાઈ અબુભાઈ માંડલીયાને શક્તિ ચોક, તલાવડી વાસમાં નોનવેજની દુકાન નજીકથી, અશ્વિનભાઈ ભુગણોમલ કૃષ્નાણીને નગર દરવાજા ચોક, સાંઈ પાન નામની દુકાન ખુલી રાખવા બદલ, ફકરૂદ્દીનભાઈ જાફરભાઈ ભારમલને નહેરૂગેટ પાસે આવેલ નાસ્તા ગલી નજીક ઇઝી બેકરી ખુલ્લી રાખવા બદલ, ઈકબાલભાઈ ગનીભાઇ પીલુડીયા, આબિદભાઈ ઈસ્માઈલભાઈ પીપરવાડીયા, હુસેનભાઇ શુફુદિનભાઈ હજારી, ઈમરાનભાઈ ગફારભાઈ પીપરવાડીયાને મકરાણીવાસ પાસેથી જાહેરમાં એકઠા થવા બદલ, જયાબેન જસમતભાઈ વિકાણીને શનાળારોડ, લાયન્સનગર મેઇનરોડ, રામદેવપીરના મંદિર પાસે આવેલી તેમની મોમાઈ પ્રોવિઝન સ્ટોર નામની દુકાનમાં પાન-માવા, ગુટખા વેચવા બદલ, તથા હરિભાઈ ભવનભાઈ પીઠવા, વિનોદભાઈ ભવાનભાઈ પીઠવા, રમેશભાઈ શામજીભાઈ પીઠવા, વિશાલભાઈ નટવરભાઈ પીઠવા, કેતનભાઇ નટવરલાલ પીઠવાને ચિત્રકૂટ સિનેમા પાછળ, જૂનામાં ચોકમાં જાહેરમાં એકઠા થવા બદલ ઉપરોક્ત તમામ સામે આઇપીસી કલમ 188 મુજબ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જ્યારે મોરબી સીટી.બી ડિવિઝન વિસ્તારમાંથી ભુપેન્દ્રભાઈ કેશુભાઈ સારેસા, દિલીપભાઈ કાનજીભાઈ બડઘા, દેવજીભાઈ રામજીભાઈ પરમાર, રવિભાઈ કનુભાઈ સાગઠીયા, નટુભાઈ મલાભાઇ સાવરિયાને રોહીદાસપરા ચોક, હનુમાનજી મંદિરની બાજુમાં જાહેરમાં સમૂહમાં એકઠા થવા બદલ, તથા રણછોડભાઈ નાનજીભાઈ મોરવાડિયા, જાકીરભાઇ ઉમરભાઈ મોવર, વિજયભાઈ જયંતીભાઈ બારૈયા, વિજયભાઈ નાગજીભાઈ રાવા, રવિભાઈ મનુભાઈ રાવાને વીસીપરા, ગર્લ્સ સ્કૂલ સામે જાહેર રોડ પર એકઠા થવા બદલ, તથા ગોવીંદભાઈ
ચેલાજીભાઈ શિહોરા, વિવેકભાઈ બીપીનભાઈ નિમાવત, વિશાલભાઈ કેશુભાઈ સાવલિયા, રાહુલભાઈ ગુણુંભાઈ સુરેલાને કુળદેવી પાન પાસે જાહેરમાં ટોળે વળીને એકઠા થવા બદલ તમામ સામે જાહેરનામા ભંગ બદલ ગુન્હો દાખલ કરાયો છે.

- text

આ ઉપરાંત મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મહાદેવભાઈ ગોરધનભાઈ કડીવારે ભડીયાદ ગામમાં રામદેવપીરના ઢોરા પાસે પાનની દુકાન ખુલ્લી રાખી માણસો એકઠા કરવા બદલ, તથા મેરામભાઇ માનસિંગભાઈ સોલંકીને પાવડીયારી કેનાલ પાસે શાકભાજીની લારી પાસે લોકોને બિનજરૂરી રીતે એકઠા કરતા તેના વુરુદ્ધ પણ કલમ 188 મુજબ ગુન્હો રજિસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જીતેન્દ્રભાઈ ઉર્ફે દીપક દેવજીભાઈ ધરજીયા કારણ વગર ઘરની બહાર નીકળતા કુંભાર પરા ચોક નજીક અટકાવીને આઇપીસી કલમ 269 મુજબ તથા સંદીપભાઈ રમેશભાઈ સાગઠીયા, આંબેડકરનગર ચોકમાં બિનજરૂરી બહાર નીકળતા તેના વિરુદ્ધ પણ આઇપીસી કલમ 269 મુજબ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉમેશભાઈ ગોકળભાઈ સરવૈયા, મુકેશભાઈ કાળુભાઈ માલકીડા સામે ધાનપુર ગામના બસ સ્ટેન્ડ પાસે બિનજરૂરી અવર જવર કરતા, તથા મુકેશભાઈ નાજાભાઇ સુરેલા, ગણેશભાઈ દેવાભાઈ સુરેલા, મુકેશભાઈ કાળુભાઈ સોલંકી, કાંતિભાઈ મંગળભાઈ પરમાર વાંકાનેર બાઉન્ડ્રી ચેકપોસ્ટ પાસેથી બિનજરૂરી રીતે પસાર થતા, તથા ચતુરભાઈ ટપુભાઈ ફૂલતરીયાને ઢૂંવા- માટેલરોડ પર આવેલા માનસરોવરની હોટલમાંની બાજુમાં દુકાન ખુલ્લી રાખતા જાહેરનામાના ભંગ બદલ તેઓ વિરુદ્ધ ગુન્હો રજીસ્ટર કરવામાં આવ્યો છે.

જ્યારે હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઉમારામ ખેતારામ સિયાગને સુખપુર ગામ પાસે, જૂની રામદેવ હોટલે ભીડ એકઠી કરવા બદલ કલમ 188 મુજબ તેની સામે પણ ગુન્હો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text