હળવદમાં રાશન વિતરણના પ્રથમ દિવસે જ મહિલાઓનો હોબાળો

- text


રજૂઆત કરવા આવેલી મહિલાઓને અટકાવવા મામલતદાર કચેરીના દરવાજા બંધ કરવા પડ્યા

હળવદ : રાજ્ય સરકાર દ્વારા ૧ એપ્રિલથી એટલે કે આજથી ત્રણ દિવસ માટે રાસન વિતરણ કરવાનું જાહેર કરાયું હતું. આજે પ્રથમ દિવસે જ હળવદમાં મહિલાઓએ રાસન ન મળતું હોવાના આક્ષેપ સાથે મોટી સંખ્યામાં મહિલાઓ તેમજ પુરૂષો મામલતદાર કચેરી ખાતે ધસી આવી હોબાળો કર્યો છે. રજૂઆત કરવા આવેલી મહિલાઓને અટકાવવા મામલતદાર કચેરીના દરવાજા બંધ કરવા પડ્યા હતા. ત્યારબાદ અધિકારીઓ દ્વારા તેઓને સમજાવી પરત મોકલ્યા હતા તેમજ નીતિ-નિયમ મુજબ જે રાશનકાર્ડ ધારકોને રાશન મળવાપાત્ર હશે, તેઓને રાશન મળી જાશે, તેવી ખાતરી આપવામાં આવી હતી.

- text