વાંકાનેરના વૃદ્ધનું રાજકોટમાં સારવાર દરમિયાન મોત : સેમ્પલ લઈ કોરોના ટેસ્ટ માટે મોકલયા

- text


સાંજ સુધીમાં મૃતકના કોરોના રિપોર્ટ આવશે

વાંકાનેર : વાંકાનેરના એક વૃદ્ધને અન્ય જૂની બીમારીની સાથે કોરોનાના શંકાસ્પદ લક્ષણો હતા અને તેમનું રાજકોટ સારવાર દરમિયાન મોત થયું હતું. ત્યારે મૃતકના સેમ્પલ લઈ કોરોનાના ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે અને સાંજ સુધીમાં મૃતકના કોરોના રિપોર્ટ આવશે.

આરોગ્ય વિભાગે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, વાંકાનેરના 65 વર્ષના વૃદ્ધ જૂની બીમારીઓથી પીડાતા હતા. જો કે તેમની બહારના પ્રવાસની હિસ્ટ્રી નથી અને તેઓ કોરોના પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં પણ આવ્યા નથી. ત્યારે મોટી ઉંમરના હોય તેમને જૂની બીમારીઓ અને શરદી, ઉધરસ, તાવની બીમારીઓ હોવાથી રાજકોટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. ત્યારે આરોગ્ય તંત્રએ તકેદારીના ભાગરૂપે મૃતકના સેમ્પલ લઈને કોરોના રિપોર્ટ માટે જામનગર મોકલાવમાં આવ્યા છે અને આજ સાંજ સુધીમાં મૃતકના કોરોનાના રિપોર્ટ આવી જવાની શક્યતા છે.

- text


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text