ટંકારાના ત્રણ આગેવાનો કપરી પરિસ્થિતિમાં પળેપળ પ્રજા અને પ્રશાસનની પડખે

- text


લોકોની ફરિયાદોના નિરાકરણ માટે જાતે ઉભો કર્યો કંટ્રોલ રૂમ

ટંકારા : ટંકારા કોરોના વાઈરસને પગલે લોકડાઉન છે. જેથી, વહીવટી તંત્ર, પોલીસ વિભાગ અને આરોગ્ય વિભાગ પોતાની જવાબદારી બખુબી નિભાવી રહ્યા છે. તેની સાથે પ્રજાના ખરા પ્રતિનિધિ સમા આગેવાનો તાલુકા પંચાયતના અધ્યક્ષ ભુપત ગોધાણી, માજી સરપંચ અને મહીલા સરપંચના પતિ ધર્મેન્દ્ર કાનાભાઈ ત્રિવેદી, યુવા અગ્રણી રશિક દુબરીયા પ્રસાસન અને પ્રજા વચ્ચેનો સેતુ બની સેવા કરી રહ્યા છે.

- text

લોકડાઉનને લઈને જે આદેશો અને તેની અમલવારી માટે આ નેતા રાજકારણ છોડી પંથકને તેનો પરિવાર સમજી સતત ફરી રહ્યા છે. ગરીબ અને બહારના મજુરોને આશ્ચવાશન અને એકાદ હજાર લોકો માટે ભોજન વ્યવસ્થા કરનાર સંસ્થા મરછુ માં મિત્ર મંડળ તથા મહિલા સરપંચની દયાનંદ સોસાયટી ટીમ રોટલા કરી બપોરનુ ભોજન અને KGN ગુર્પ સાથે સલગ્ન કરી રાત્રીનુ વારૂ કરાવે છે. તદ્ઉપરાંત, જે અનાજ કિટ વિતરણ કરનાર દાતા છે, તે મુકદાતા બની ફોટો કે ફેમસ થયા વગર કામ કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે લોકડાઉનનુ પાલન થાય અને લોકો ઘરમાં જ રહે માટે આ ટીમ સતત સરપંચોના સંપર્કમાં રહી ફરીયાદ સાંભળી તંત્ર સાથે રહી તકલીફ દુર કરી રહી છે. જેને સમગ્ર ટંકારા પંથકમાંથી દાદ મળી રહી છે.

- text