મોરબીમાં સેતુબંધ ફાઉન્ડેશન દ્વારા ગરીબ દર્દીઓને વિના મૂલ્યે ઘરે બેઠા દવા આપવામાં આવશે

- text


ફોન પર દર્દી સંપર્ક કરશે એટલે સંસ્થાના કાર્યકરો ખરાઈ કરી દવાની વ્યવસ્થા કરી દેશે

મોરબી : હાલમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આદેશ અનુસાર મોરબી શહેર સહીત દેશભરમાં લોકડાઉન ચાલે છે. આ લોકડાઉન દરમિયાન સેવાભાવી સંસ્થાઓ ફૂડ તેમજ રાશન કીટનું વિરતણ સહિતની સેવાકીય પ્રવૃતિઓ કરે છે. આ દિવસોમાં લોકો પોતાના ઘરમાં જ રહે અને તેઓને બહાર ના જવું પડે તે માટે મોરબીમાં સેતુબંધ ફાઉન્ડેશન દ્વારા ગરીબ દર્દીઓને વિના મૂલ્યે ઘરેબેઠા દવા આપવામાં આવશે.

- text

સેતુ બંધ ફાઉન્ડેશન દ્વારા જે લોકોને દવા ચાલુ છે. તેવા નાના બાળકો તેમજ મોટી ઉમરના ગરીબ દર્દીઓ માટે મફત દવા તેઓના ઘર પહોચડવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ સહાય મેળવવા માટે જે તે દર્દીઓએ મો. 98251 39992 પર ડોક્ટર દ્વારા લખવામાં આવેલ પ્રિસ્ક્રિપ્શન વોટ્સએપ પર મોકલવાથી અને સાથે સરનામું ફોન નંબર આપવાથી દવા દર્દીના ઘરે પહોંચાડવામાં આવશે. ફોન પર દર્દી સંપર્ક કરશે એટલે સંસ્થાના કાર્યકરો ખરાઈ કરી દવાની વ્યવસ્થા કરી દેશે. તેમ કે.ડી. બાવરવા દ્વારા એક અખબારી યાદીમાં જણાવી જરૂરિયાતમંદ દર્દીઓએ આ સેવાનો લાભ લેવા અનુરોધ કરાયો છે.


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text