મોરબી : કોરોના ફાઇટર તરીકે પ્રસંશનીય કામગીરી કરી રહ્યા છે આંગવાડીની બહેનો

- text


આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા આરોગ્ય સર્વેની કામગીરીમાં પણ સહયોગ અપાયો

મોરબી : કોરોના વાયરસનું સંક્રમણ આજે વૈશ્વિક મહામારી રૂપે વિશ્વના મોટાભાગના દેશોમાં પોતાની વિકરાળતા બતાવી રહ્યો છે. ગુજરાત રાજ્ય સહિત સમગ્ર ભારત દેશમાં કોરોના સંક્રમણથી નાગરિકોને બચાવવા કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર કટિબદ્ધ છે.

ભારત સરકારની ગાઇડલાઇન મુજબ કોરોનાના સંકટને ધ્યાને લઇ શાળા-આંગણવાડી કેન્દ્રો બંધ રાખવાના નિર્ણયો સરકાર દ્વારા કરવામાં આવ્યા છે. જોકે આંગણવાડી કેન્દ્રોની બહેનો આ મહામારીની કામગીરીને પહોંચી વળવા અન્ય સરકારી કર્મચારીઓની માફક જ આપવામાં આવતી તમામ કામગીરી નિષ્ઠા અને પ્રમાણિકતાથી કરવામાં આવી રહી છે.

હાલમાં રાજ્ય સરકાર દ્વારા લોકડાઉનના સમયમાં કોરોના સંક્રમણને ધ્યાને લઇ આરોગ્ય તપાસણી કરવામાં આવી રહી છે. ઘરે ઘરે જઇ સર્વેની કામગીરી કરવા માટે આરોગ્ય વિભાગના કર્મચારીઓ સાથે આઇ.સી.ડી.એસ.ના આંગણવાડી કાર્યકર બહેનો, આશાબહેનો દ્વારા આરોગ્ય કર્મચારીઓ સાથે રહી ‘‘હાઉસ ટુ હાઉસ’’ સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે.

મોરબી જિલ્લાના તમામ ૭૬૧ આંગણવાડી કેન્દ્રોના કાર્યકર બહેનો પોતાના વિસ્તારના દરેક ઘરે જઇ ઘરના કોઇપણ સભ્યમાં ખાસી, તાવ, શરીરમાં દુખાવો, શ્વાસમાં મુશ્કેલી વગેરે લક્ષણો ધરાવનાર વ્યકિતની નોંધ કરી સર્વેની કામગીરીમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ સાથે ખભાથી ખભા મેળવીને કામગીરી કરી રહ્યા છે.

- text

આ સાથે આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા આ કઠિન સંજોગોમાં મહામારીથી બચવા માટે સાબુ આપવા, સેનિટાઇઝરથી હાથ ધોવા, માસ્કનો ઉપયોગ કરવો, ભીડમાં ન જવુ વગેરે જેવી અગત્યની સલાહ આપી લોકજાગૃતિનું પણ કાર્ય કરી રહ્યા છે. મોરબી જિલ્લાના તમામ આંગવાડી કાર્યકર કોરોના ફાઇટર તરીકે પ્રસંશનીય કામગીરી કરી રહ્યા છે.


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text