મોરબી : KG થી કોલેજ સુધીના વિદ્યાર્થીના પ્રશ્નોનું ફોન પર નિરાકરણ કરાશે

- text


મોરબી એકેડેમિક એસોસીએશન દ્વારા લેવાયો નિર્ણય

મોરબી : હાલમાં ફેલાયેલી કોરોનાની વૈશ્વિક મહામારીને નાથવા સરકારશ્રી દ્વારા સંપૂર્ણ લોકડાઉન છે જે અનિવાર્ય છે. ત્યારે મોરબી એકેડેમિક એસોસીએશન એક નવી પહેલ કરવા જઈ રહ્યુ છે. જેમા ઘરે રહેલા વિધાર્થીઓને મૂંઝવતા અભ્યાસ સંબંધિ કે અન્ય પ્રશ્નોનું મોબાઇલ ફોનના માધ્યમથી સંપૂર્ણ નિરાકરણ કરવામાં આવશે. સાથોસાથ હળવાશ અનુભવી ધીરજ અને હિંમત સાથે કોરોનાનો સામનો કરવા પણ આહવાન કરવામાં આવ્યું છે. ફોનથી સંપર્ક કરી વિધાર્થીઓ તનાવમૂક્ત રહી સ્માર્ટ વર્ક કરી ઘેર બેઠા જ અસરકારક ટીપ્સ મેળવી શકશે.

જેમાં ધોરણ 10 તથા 12 (સાયન્સ કોમર્સ આર્ટસ) સહિત તમામ ધોરણના તમામ વિષયોનું માર્ગદર્શન, ઘરમાં જ સહ પરિવાર રમી શકાય તેવી રમતોનું માર્ગદર્શન, નાના બાળકોની સ્કિલ ડેવલપમેન્ટ માટેની પ્રવૃત્તિઓનું માર્ગદર્શન, કારકિર્દી આયોજન અને માર્ગદર્શન, સેલ્ફ સ્ટડી માટેની અગત્યની ટીપ્સ, તનાવમૂક્ત રહેવા માટેની હળવી શારિરીક અને માનસિક કસરતો, ફ્રી ઓનલાઈન લેક્ચર અને સ્ટડી મટીરીયલ્સ સહિતની બાબતોનું KG થી કોલેજ સુધીના વિધાર્થીઓ આ માટે કોલ કરી માર્ગદર્શન લઈ શકશે.

- text

આ માટે મોરબી એકેડેમિક એસોસીએશનના હોદેદારો પ્રમુખ રવીન્દ્રભાઈ ત્રિવેદી 9879024410, મહામંત્રી જશવંતભાઈ મીરાણી 9825327442, ઉપપ્રમુખ પ્રમોદસિંહ રાણા 9227290000, પરિમલભાઈ ઠક્કર 9825445538, અનિલભાઈ પરમાર 9228869239, કેતનભાઈ કડિવાર 9276817654, ખજાનચી ભાવિનભાઈ ચોટાય 9428280961 તથા મંત્રી અલ્પેશભાઈ ગાંધી 9898448974, જસવંતસિંહ ઝાલા 9033600303, ગુંજનભાઈ જોબનપુત્રા 8460222909, પારુલબેન પટેલ 9376699699 નો સંપર્ક કરવા મોરબી એકેડેમિક એસોસીએશનની યાદીમાં જણાવેલ છે.


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text