મોરબીના બાળકોના જાણીતા ડોકટર દ્વારા લોકડાઉનમાં બાળકોમાં સર્જનાત્મકતા કેળવતા સુચનો અપાયા

- text


મોરબી : પ્રવર્તમાન સમયમા સમગ્ર વિશ્વમા કોરોના વાઈરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે આપણો ભારત દેશ પણ તેમા બાકાત રહ્યો નથી, જેના અનુસંધાને દેશના વડાપ્રધાન એ ૨૧ દીવસ માટે લોકડાઉન જાહેર કર્યુ છે ત્યારે શેરી-ગલીઓ મા કીલ્લોલ કરતુ શૈશવ ઘરના બંધ બારણે છુપાઈ ગયુ છે. પરિવારના રક્ષણ માટે લોકડાઉનના નિયમોનુ પાલન કરવુ જરૂરી છે ત્યારે આકસ્મિક શાળાઓની રજાઓ મળતા બાળકો જાણે વેકેશન પડ્યુ હોય તેવુ અનુભવી રહ્યા છે. પરંતુ બાળકો માટે મામાનુ ઘર તો લોકડાઉનના પગલે દુર રહ્યુ, શેરી-ગલીઓ મા રમવાની ઈચ્છાઓ ન સંતોષાતા મોટા ભાગના બાળકો ટી.વી. જોવામા તથા મોબાઈલ સાથે સમય પસાર કરી રહ્યા છે ત્યારે બંધ બારણે બાળકોમા કઈ રીતે સર્જનાત્મકતા કેળવવી, બાળકોમા હકારાત્મકતાનો કઈ રીતે સંચાર કરવો, લોકડાઉન ના સમય નો કઈ રીતે સદ્ઉપયોગ કરવો તે અંગે મોરબીના જાણીતા તબિબ ડો. મનિષભાઈ સનારીયા (સ્પર્શ બાળકો ની હોસ્પીટલ) એ બાળકો તથા વાલીઓ માટે સુચનો કર્યા છે.

– સુચનો

૧.બાળક ને હકારાત્મક તથા ઉપદેશાત્મક વાર્તા ઓ કહેવી. રામાયણ, મહાભારત જેવા મહાકાવ્યો તથા ધાર્મિક અને માર્મિક રસપ્રદ વાતો કરવી. જેથી બાળકો આપણી પરંપરા અને સંસ્કૃતિ થી માહીતગાર થાય.

૨. બાળકો ને નવા સર્જનાત્મક વિચારો કરવા પ્રેરિત કરવા.ઈનડોર મેમરી ગેઈમ દ્વારા તેમની માનસિક ક્ષમતા વધારવી.

૩. ચિત્રકામ, કાવ્ય પઠન સહીતની સર્જનાત્મક પ્રવૃતિઓ માટે પ્રેરિત કરવા.

- text

૪. બાળકો ને એજ્યુકેશનલ વિડીયોઝ, રાઈમ્સ વગેરે બતાવવા જેથી અભ્યાસ પ્રત્યે ની તેમની રૂચી જળવાય રહે.

૫. બાળકો ને સ્વનિર્ભર બનવા માટે ની પ્રવૃતિઓ જેવી જાતે જમવુ, હાથ-મો જાતે સાફ કરવા વગેરે જેવી પ્રવૃતિઓ માટે પ્રોત્સાહીત કરવા.

૬. વિવિધ કુટેવો તેમજ તેના થી થતા બાળરોગો વિશે માહીતી આપવી તેમજ તે કુટેવો દુર કઈ રીતે કરવી તેમજ વિવિધ રોગોથી કઈ રીતે બચવુ તેનાથી માહીતગાર કરવા.

૭. ચેસ, કેરમ જેવી ગેઈમ્સ રમાડી બાળક ના મન ને પ્રફુલ્લીત રાખવુ.

૮. તારક મહેતા જેવા કોમેડી શોની સાથે રામાયણ, મહાભારત જેવા પૌરાણીક તેમજ ઐતિહાસિક ટી.વી. પ્રોગ્રામ્સ જોવા પ્રેરિત કરવા. બાળકને ક્રાઈમ પેટ્રોલ જેવા ક્રાઈમ શો તેમજ હીંસક તથા બિભસ્ત શો થી દુર રાખવા.

૯. ઘરના મંદીરમા માતા-પિતા પૂજાપાઠ કરે ત્યારે બાળક ને સાથે બેસાડવુ જેથી તેનામા ધાર્મિકતા નો સંચાર થશે.

૧૦. માતા-પિતા એ પોતાના લગ્ન ની સી.ડી., આલ્બમ વગેરે બાળક ને બતાવવા અને વિવિધ સંબંધીઓ ની ઓળખ કરાવવી.

અહેવાલ સંકલન : નિર્મિત કક્કડ

મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text