મોરબી : જાહેરનામા ભંગના વધુ 19 કેસો નોંધાયા, 89 વાહનો ડીટેઇન

- text


મોરબી જિલ્લા પોલીસ દ્વારા લોકડાઉનનો ભંગ કરતા કુલ 55 શખ્સો સામે કડક કાર્યવાહી

મોરબી : મોરબી જીલ્લામાં લોકડાઉનનો ભંગ કરતા ઇસમો સામે પોલીસ દ્વારા ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

ગઈકાલે તા. 31 માર્ચના રોજ મોરબી પોલીસ દ્વારા દુકાનો ખુલ્લી રાખવા બાબતના કુલ 8 કેસો કરવામાં આવેલ છે. જેમાં કુલ 8 આરોપીઓ ઉપર કાર્યવાહી કરવામાં આવેલ છે. તેમજ ટોળું ભેગુ થયેલ હોય તેવા કુલ 8 કેસો કરવામાં આવેલ છે. જેમાં કુલ 44 આરોપીઓ વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવેલ છે.

વધુમાં, વાહનોમાં પસેન્જરની હેરાફેરી કરવામાં આવેલ, જેના કુલ 1 કેસ કરવામાં આવેલ છે, જેમાં કુલ 1 આરોપી વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવેલ છે. તેમજ ઇંટોના ભઠ્ઠામાં મજુરોને બોલાવી કામ કરાવવાના ગુન્હાના કુલ 2 કેસ કરવામાં આવેલ છે. જેમાં કુલ 2 આરોપીઓ વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવેલ છે.

- text

આ ઉપરાંત, મોરબી જીલ્લામાં લોક ડાઉનની પરિસ્થિતીમાં કુલ 89 વાહનો ડીટેઇન કરવામાં આવેલ છે. તેમજ મોરબી જીલ્લામાં જાહેરનામાં ભંગના કુલ 19 કેસો કરવામાં આવેલ છે. જેમાં કુલ 55 આરોપીઓની અટક કરવામાં આવેલ છે.


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text